• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ભોકરવા – જંગલો, ડુંગરો અને પ્રકૃતિના ખોળે વસેલું અનોખું ગામ, જ્યાં સિંહોની ડણકુ અને મોરના ટુહકાં વચ્ચે પશુપાલકોના પરિશ્રમથી જીવન ખીલી ઉઠે છે
Regional

ભોકરવા – જંગલો, ડુંગરો અને પ્રકૃતિના ખોળે વસેલું અનોખું ગામ, જ્યાં સિંહોની ડણકુ અને મોરના ટુહકાં વચ્ચે પશુપાલકોના પરિશ્રમથી જીવન ખીલી ઉઠે છે

CliQ INDIA
Last updated: September 2, 2025 7:37 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

મહેસાણા 2 સપ્ટેમ્બર (હિ.સ.)

સાવરકુંડલા તાલુકાનું ભોકરવા ગામ એક એવું નાનકડું ગામ છે, જે કુદરતી સૌંદર્ય, જંગલી પ્રાણીઓની ઉપસ્થિતિ અને ગ્રામ્ય જીવનની સાદગી સાથે અનોખું સ્થાન ધરાવે છે. તાલુકાનું છેલ્લું ગામ ગણાતું ભોકરવા ચાર નેહડા સાથે જોડાયેલ છે અને પશુપાલન માટે વિશેષ ઓળખ ધરાવે છે. અહીં તાલુકાના સૌથી વધુ દુધાળા પશુઓ પાલન થાય છે, જેના આધારે ગામની આર્થિક સક્ષમતા મજબૂત રહી છે.

ડુંગરાઓની વચ્ચે ખોબા જેવડું વસેલું ભોકરવા ગામ ખરેખર કુદરતનું ખજાનો છે. આસપાસ ફેલાયેલી પવનચક્કીઓ, વહેતી નદી, સરોવર અને હરિયાળી ડુંગરો તેને અદભૂત દ્રશ્ય આપે છે. ગામની આસપાસ જંગલ વિસ્તાર છે, જ્યાં દરરોજ સિંહો, દીપડા, હરણ અને મોર જેવા પ્રાણી-પક્ષી જોવા મળે છે. રાત્રે સિંહોની ગર્જના ગામના શાંત વાતાવરણમાં ગુંજે છે, જ્યારે સવારે રાષ્ટ્રીય પક્ષી મોરના ટુહકાંથી ગામનું પ્રભાત મંગળમય બને છે.

રાજુભાઈ મોરી જણાવ્યું કે,

સાવરકુંડલા તાલુકાથી 26 કિ.મી. દૂર આવેલું આ ગામ ત્રણ તાલુકા – સાવરકુંડલા, જેસર અને મહુવા –ના જંગલ વિસ્તારમાં આવેલું છે. વડાળનું બીડ અને સોહરીયા બીડ જેવા જંગલોના આછેરા ભોકરવા ગામને પ્રકૃતિપ્રેમીઓ માટે વિશેષ બનાવે છે. અહીંની વસ્તી આશરે 1400 છે, જેમાંથી 1200 લોકો ગામમાં વસે છે અને બાકી 200 જેટલા લોકો રોજગાર માટે સુરત, ભાવનગર અને સાવરકુંડલા જેવા શહેરોમાં સ્થાયી થયા છે.

ગામના મોટા ભાગના લોકો વાડી વિસ્તારમાં વસે છે અને જીવનયાપન માટે ખેતી તથા પશુપાલન કરે છે. ભોકરવા સાવરકુંડલા તાલુકાનું સૌથી વધુ દુધાળું ગામ ગણાય છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં અને બકરાં જેવા પશુઓનું પાલન થાય છે. સાથે સાથે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલી, રજકો અને શાકભાજીના પાકની ખેતી ગામજનોને આર્થિક રીતે મજબૂત બનાવે છે.

ગામના મધ્યમાં આવેલું રામજી મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર નથી, પણ ગામના ભાઈચારા અને વિકાસના નિર્ણયોનું મંચ છે. અહીં દરરોજ ગામજનો ભેગા થઈને ચર્ચા કરે છે અને સમસ્યાઓના ઉકેલ માટે એકતા દાખવે છે. ગામના યુવા આગેવાન હાજુભાઈ મોરી સતત રાત-દિવસ ગ્રામજનોની સેવા, સહાય અને વિકાસ કાર્યોમાં આગળ રહે છે.

ભોકરવામાં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામમાં દૂધની ડેરી કાર્યરત છે, જે પશુપાલકોને તેમના પરિશ્રમનું યોગ્ય મૂલ્ય આપે છે. ઓનલાઈન સેવાઓ, બેંકિંગ સુવિધાઓ અને સરકારી યોજનાઓનો લાભ ગ્રામજનોને ઘરઆંગણે મળી રહે છે. આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયત ઘર, પોસ્ટ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, પાણી માટેના દાર, ડંકી અને કુવાઓ જેવી સુવિધાઓ ગ્રામજનોના દૈનિક જીવનને સરળ બનાવે છે. પશુ-પક્ષીઓ માટે ચબુતરા અને પાણીના અવેડા પણ ઉપલબ્ધ છે, જે ગ્રામ્ય જીવનની સમૃદ્ધિ દર્શાવે છે.

સામાજિક રીતે ભોકરવામાં આહીર સમાજની બહુમતી છે, જ્યારે રબારી, ભરવાડ, બાવાજી, દલિત અને વાણદ સમાજના લોકો પણ એકતાથી રહે છે. ગામની અંદર અનેક ધાર્મિક સ્થળો છે – શિવાલય, રામજી મંદિર, હનુમાનજી મંદિર, મોરી પરિવારનો મઢ, ઋષિ ખોડીયાર આશ્રમ તથા નંદરામબાપુ દાણીધારીયા સંચાલિત ગૌશાળા. ધાર્મિક ભાવનાથી સમૃદ્ધ આ ગામ દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવ, ભાગવત કથા અને સત્યનારાયણ કથા જેવા પ્રસંગો હળીમળી ને ઉજવે છે, જે ગ્રામજનોની એકતા અને શ્રદ્ધાનું પ્રતિક છે.

આ રીતે પ્રકૃતિના ખોળે વસેલું ભોકરવા માત્ર એક ગામ નહીં, પરંતુ કુદરતી સૌંદર્ય, પશુપાલન, ખેતી અને ભાઈચારા સાથેનું અનોખું ઉદાહરણ છે. અહીંની શાંતિ, કુદરતની નજીકતા અને લોકોની એકતા ભોકરવાને સાહેજ ભૂલાવી શકાય એવું બનાવે છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

You Might Also Like

ધાવા ગીર ગામે વનવિભાગના સહયોગથી બંધાયેલ ગૌમાતા નિવાસનું લોકાર્પણ
સમયમા આવનાર મોહરમ/તાજીયા તેહવાર સબબ મોહલ્લા સમીતીની, મીટીંગોનુ આયોજન કરી કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતી સુનિશ્વિત કરતી વેરાવળ સીટી પોલીસ
પાટણ ભગિની સમાજ ખાતે વિદ્યાર્થિનીઓ માટે બ્યુટી પાર્લર વર્ગનો પ્રારંભ
મહેસાણામાં “સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ-2025” માટે તૈયારી શરુ, ગ્રામજનોને મક્કમ ભાગીદારીની અપીલ
ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ’ દરિયાઈ અને આંતરિક માછીમારી ઉત્પાદનક્ષમતા વધારવા સરકારના પ્રયાસો પર માર્ગદર્શન અપાયું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિંગાપોરના પ્રધાનમંત્રી, આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે
Next Article ‘જોલી એલએલબી 3’ ના નવા વિડીયોએ સનસનાટી મચાવી, કાનપુર વિરુદ્ધ મેરઠની લડાઈથી સોશિયલ મીડિયાએ ધૂમ મચાવી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?