મહેસાણા, 24 ઓક્ટોબર (હિ.સ.): વિસનગર તાલુકાના તારભ ગામે આવેલા પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવ મંદિરે ચોરીની ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ ગામના મિતેશકુમાર અરવિંદભાઈ પટેલ પરિવાર સાથે 22 ઓક્ટોબરે દર્શન કરવા આવ્યા હતા. બપોરે લગભગ 2 વાગ્યે દર્શનની લાઈનમાં તેમની કાકી દિવાબેન ડાહ્યાભાઈ પટેલ ઊભી હતી, ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમના ગળામાંથી ત્રણ તોલા વજનનો સોનાનો દોરો આંચકી લીધો હતો, જેની કિંમત આશરે ₹3.60 લાખ જેટલી છે.
દિવાબેને દાનપેટીમાં દાન કરવા ખભે ભરેલું પાકીટ કાઢવા જતાં ખબર પડી કે ગળામાંથી દોરો ગુમ છે. તરતજ પરિવારે પોલીસને જાણ કરતાં વિસનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બાદમાં મિતેશકુમાર પટેલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મંદિરમાં મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ વચ્ચે બનેલી આ ઘટના ચિંતાનો વિષય બની છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR
