જામનગર, 17 જાન્યુઆરી(હિ. સ.)-પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજે સતત બીજા દિવસે પણ જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં પાવર ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે કુલ રૂપિયા 46.37 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી.
આજે પીજીવીસીએલ ની કુલ બાવન ટીમ દ્વારા આજે જામનગર શહેર ના દરબારગઢ, બેડેશ્વર, કાલાવડ નાકા, ગુલાબનગર, અને નવાગામ વિસ્તાર ઉપરાંત ખંભાળિયા તાલુકા ના ખજૂરિયા, કનકપર, પીપળીયા, જુવાંનગઢ વિરમદડ અને સલાયા ગામ ગામમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ 634 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. તેમાંથી 108 વીજ જોડાણ માં ગેરરિતી જણાતાં તેમના આસામી ને કુલ રૂપિયા 46 લાખ 37 હજાર ના વીજ બિલ આપવામાં આવ્યા હતા હતાં.આમ બે દિવસ મા કુલ રૂ.95.62 લાખ ની પાવર ચોરી ઝડપાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ
