• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ગતિ, પ્રગતિ અને જનસુવિધાની ગાથા: ગુજરાત મેટ્રો રેલ
Regional

ગતિ, પ્રગતિ અને જનસુવિધાની ગાથા: ગુજરાત મેટ્રો રેલ

CliQ INDIA
Last updated: October 13, 2025 3:40 am
CliQ INDIA
Share
4 Min Read
SHARE
મેટ્રો

ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.): આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતની પ્રગતિની જીવંત સાબિતી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં આ પ્રોજેક્ટ અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરોમાં લાખો નાગરિકોના રોજીંદા જીવનને વધુ સરળ બનાવે છે.

સમયની સાથે કદમ મિલાવતું ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પનું સાકાર સ્વરૂપ બનીને ઊભરી રહ્યું છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં, પરંતુ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઓળખાય છે. આ પ્રગતિની જીવંત સાબિતી છે – ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ.

અમદાવાદ મેટ્રોની સફર વર્ષ ૨૦૨૫માં નવા આયામો સર કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ ૩૫ હજાર મુસાફરો મુસાફરી કરતા હતા, તે આંકડો આજે વધીને ૧.૫ લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ ૧૦.૩૮ કરોડ નાગરીકોએ મુસાફરી કરી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ ૯૯.૮૪ ટકા સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે.

ગુજરાતના શહેરો હવે ટ્રાફિક નહીં પરંતુ ટ્રાન્ઝિટની નવી ઓળખ સાથે આગળ વધી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ રાજ્યના આધુનિક પરિવહન સ્વપ્નને સાકાર કરતી એક મજબૂત કડી બની છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર ૨૦૧૪માં મંજૂર થયો હતો. માર્ચ ૨૦૧૯માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ૬.૫ કિમીનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી. વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૨ કિમીની લાઈનનું લોકાર્પણ થતાં મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી.

બીજા તબક્કામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો કુલ ૨૮.૨ કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. મોટેરાથી સેક્ટર-૧ અને GIFT City સુધીનો ભાગ સપ્ટેમ્બર ૨૦૨૪માં શરૂ થયો જ્યારે સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ ૨૦૨૫માં ખુલ્લો મુકાયો છે. ટૂંક સમયમાં અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો રૂટ સંપૂર્ણ કાર્યરત થતાં કુલ ૬૮ કિ.મી.ના રૂટ પરના ૫૪ સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે.

મોટેરાથી સચિવાલય સુધી દોડતી મેટ્રો માત્ર અંતર નથી ઘટાડી રહી તે બે નગરોના વિકાસને એક જ ધારા સાથે જોડે છે. વિદ્યાર્થીઓથી લઈને ઓફિસના કર્મચારીઓ સુધી, હવે દરેક માટે આ સફર ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બની છે.

ગુજરાતના શહેરો આજે આધુનિક પરિવહનના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર સફરનું સાધન નથી, પરંતુ ગુજરાતના ગતિશીલ વિકાસનું પ્રતિક બની ગઈ છે.

મેટ્રોનું ભાડું માત્ર ₹૦૫ થી ₹૪૦ સુધીનું રાખવામાં આવ્યું છે. દૈનિક મુસાફર માટે પ્રતિ કિલોમીટર સરેરાશ રૂ. ૧ ના ભાડે સફર કરાવતી મેટ્રો સામાન્ય માણસ માટે ખરેખર બજેટ-ફ્રેન્ડલી મુસાફરી બની ગઈ છે.

મેટ્રો સ્ટેશનો માત્ર મુસાફરીના સ્થળ નથી એ ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનું જીવંત પ્રદર્શન છે. દિવાલો પરના ચિત્રો, આર્ટ ઇન્સ્ટોલેશન અને કલા-સજાવટ મુસાફરીને વધુ આનંદદાયક બનાવે છે. દરેક સ્ટેશન એક “મિની આર્ટ ગેલેરી”ની અનુભૂતિ આપે છે.

દિવ્યાંગજન માટે ખાસ રેમ્પ, લિફ્ટ, ટૅક્ટાઇલ ફ્લોરિંગ અને આરામદાયક મુસાફરીની વ્યવસ્થા કરીને મેટ્રો સમાવેશી વિકાસનું પ્રતિક બની છે.

મુસાફરોની સુરક્ષા માટે મેટ્રો ટ્રેનોમાં કમ્યુનીકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રલ (CBTC) સિસ્ટમ, ફાયર અલાર્મ, સર્વેલન્સ કેમેરા અને ટનલ વેન્ટિલેશન જેવી અદ્યતન તકનીકો તૈયાર કરાઈ છે.

ગુજરાતની આ ગતિ અહીં અટકતી નથી. ડાયમંડ સિટી સુરતના ભવિષ્યને નવી દિશા આપવા માટે ૪૦.૩૫ કિમી લાંબી મેટ્રો લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે.

વહાલું ગુજરાત હવે દોડતું ગુજરાત બની રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ એ માત્ર એક પરિવહન યોજના નથી, પરંતુ ભારતની બે સરકારોના સહયોગ, આર્થિક સંકલ્પ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ એક પ્રગતિશીલ માસ્ટરપ્લાન છે. મેટ્રો ફક્ત રેલ માર્ગ નહીં, પણ રાજ્યના પ્રગતિના માર્ગની નવી દિશા છે જ્યાં દરેક સ્ટેશન એક નવા વિકાસનું પ્રતિક છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

ભાવનગર ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રેલવે કર્મચારીઓ માટે નવીનીકૃત જીમ સુવિધા
વડોદરા જિલ્લામાં આવેલ ફેક્ટરીમાં લાગી આગ ફાયર બ્રિગેડ પહોંચ્યું ઘટના સ્થળ પર .
જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર નેશનલ કોન્ફરન્સમાં પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન પર પેનલ ડિસ્કશન યોજાયું
અમદાવાદના ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન
નવરાત્રિ પર્વ નિમિત્તે રાજપીપળા શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી રૂટ ડાયવર્ઝન અંગેનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજકોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ, આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારની આત્મહત્યા પર આઈએએસ અધિકારીની પત્નીને પત્ર લખ્યો
Next Article મહિલા પત્રકારોને આમંત્રણ ન આપવાની પ્રેસ કોન્ફરન્સ અંગે, અફઘાન વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?