મહેસાણા/અમદાવાદ,20 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાતનાં અને સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કપાસના પાકની આવકમાં વાંદરો થયો છે ત્યારે મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ પાકની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. કપાસ પાકના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થતા મણના માત્ર 1448 રૂપિયા મળ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં આવેલી ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ,તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે. તેવામાં 19 ડિસેમ્બરે મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં થોડી તેજી જોવા મળી છે. યાર્ડમાં કપાસની 3800 મણ આવક થઈ હતી. જેનો નીચો ભાવ 1205 અને ઊંચો ભાવ 1,448 પ્રતિ મણ નોંધાયો હતો. આજે કપાસના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
ઉત્તર ગુજરાતમાં કાર્યરત ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની મબલખ આવક થતી હોય છે. નવી આવકની સાથે કપાસના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ પાકમાં નુકસાની જોવા મળી હતી. છેલ્લા અઠવાડિયામાં કપાસની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના ભાવમાં પણ 70 થી 100 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટ યાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે.આજે ઉનાવા માર્કેટ યાર્ડમાં એરંડાની 157 બોરીની આવક થઈ હતી.જેનો ખેડૂતોને 1161 રૂપિયાથી લઈને 1,172 રૂપિયા ભાવ મળ્યો હતો. છેલ્લા અઠવાડિયાથી ભાવમાં 50 નો ઘટાડો જોવા મળ્યો છે. ઉનાવા માર્કેટ યાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી. માર્કેટ યાર્ડમાં કપાસની , 3800 મણની આવક નોંધાઇ હતી.કપાસમાંથી તૈયાર કરાતી ગાંસડીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે હાલ કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/
