બોટાદ, 17 જાન્યુઆરી(હિ. સ.). બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત ભવ્ય બાઇક રેલી તેમજ મહા આરતી નું આયોજન તારીખ 22/ 1 /2024 ને સોમવાર ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે સમય બપોરે ત્રણ કલાકે જેમાં આ રેલી ના રૂટ છે એમડી સ્કૂલ, પાળીયાદ રોડ પંજવાણી કાંટા ,એસટી ડેપો ,હવેલી ચોક’ ભાજપ કાર્યાલય ,હીરા બજાર જ્યોતિ ગામ સર્કલ, નાગલપર દરવાજા ગુરુકુળ ગઢડા રોડ થઈ બોટાદના મુખ્ય માર્ગો પર ફરશે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને શ્રીરામ ભગવાનનો રથ કાઢી ડીજે ના તાલે ઢોલ નગારા સાથે લોકો આનંદ થી શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા ઉજવશે.
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/બિનોદ
