
અમદાવાદ,05 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં વિસ્તારમાં આવેલી જૂની ખ્રિસ્તી સોસાયટી પાસે હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે આ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે.
આ બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ લાગી હતી. જોકે, ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની સામે આવી નથી. આ આગમાં એક વૃદ્ધ દાઝ્યા છે. તો બીજી બાજુ આ સિલિન્ડર બ્લાસ્ટને કારણે રસોડા સહિત આખા ઘરની ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હોવાનું સામે આવ્યું છે.
શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જૂની ખ્રિસ્તી સોસાયટી પાસે આ બનાવ બન્યો છે. હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે આ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોકે, આ ફ્લેટમાં રહેતા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે.ખોખરા વિસ્તારના હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે આ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર/
