
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષોના નેતાઓ પરસેવો પાડી રહ્યા છે. રાજસ્થાન ભાજપના તમામ અગ્રણી નેતાઓ પોતપોતાના પ્રભાવના વિસ્તારોમાં ધામા નાખે છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓની તોફાની રેલીઓએ વિપક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે (સોમવારે) પાલી અને બિકાનેરમાં મતદારોને મળશે.
બીજેપી એ એક્સ પર જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, વડાપ્રધાન મોદી આજે બપોરે 12 વાગ્યે જાડન (પાલી)માં અને બપોરે 3:30 વાગ્યે પીલીબંગામાં જાહેર સભાઓને સંબોધિત કરશે. આ પછી તેઓ સાંજે 5.30 કલાકે બિકાનેરમાં ભાજપના રોડ શોમાં ભાગ લેશે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રાજસ્થાનમાં પ્રચાર કરશે. નડ્ડા બપોરે 1 વાગ્યે શ્રી રામ વાટિકા નાથદ્વારા રોડ, કાંકરોલી (રાજસમંદ) ખાતે વિજય સંકલ્પ સભામાં અને સાંજે 4:05 વાગ્યે ઉદયપુર શહેરમાં વિજય સંકલ્પ રોડ શોમાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
