નવી દિલ્હી, 19 ડિસેમ્બર (હિ. સ.) આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની રચના કરી છે. આ સમિતિમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ, મોહન પ્રકાશ અને મુકુલ વાસનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે મંગળવારે એક પત્ર જારી કરીને કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની રચના કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે મુકુલ વાસનિક, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશને આ સમિતિમાં સામેલ કર્યા છે.
સૂત્રોનું કહેવું છે કે, આ તમામ નેતાઓ વિપક્ષી પાર્ટીઓ સાથે બેઠકની વહેંચણી તેમજ અન્ય બાબતો પર ચર્ચા કરશે.
નોંધનીય છે કે, વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (આઈએનડીઆઈએ) ના ઘટક પક્ષોની, આજે દિલ્હીમાં બેઠક થઇ રહી છે. આ બેઠક પહેલા કોંગ્રેસે આ સમિતિની રચના કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / દધીબલ / ડો. હિતેશ/માધવી
