ભાવનગર/અમદાવાદ,19 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગર જીલ્લાનાં જુના રતનપર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામા ગાંધીનગરથી પધારેલા આરોગ્ય વિભાગના મદદનીશ નિયામકશ્રી ડો. સુરેન્દ્ર જૈન ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કાર્યક્રમ બાદ આરોગ્ય વિભાગના કેમ્પની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુંભલીની કામગીરીને બિરદાવી હતી.
આરોગ્ય વિભાગના મદદનીશ નિયામક ડો. સુરેન્દ્ર જૈન દ્વારા ગામમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ તેમજ અન્ય સરકારી યોજનાની થયેલ કામગીરીને બિરદાવી હતી. એમને આયુષ્માન કાર્ડ 100 ટકા પુર્ણ થવા બદલ ટીમ ભુંભલી અને આગેવાનો જાગૃત નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
