નવી દિલ્હી, 17 ઓક્ટોબર : મહારાણા પ્રતાપના વંશજ વિશ્વરાજ સિંહ મેવાડ અને સ્વર્ગસ્થ લોકેન્દ્ર સિંહ કાલવીના પુત્ર, ભવાની સિંહ કાલવી મંગળવારે ભાજપમાં જોડાયા હતા. બંને નેતાઓએ ભાજપના મુખ્યાલયમાં રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ, કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અર્જુન રામ મેઘવાલ અને રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું.
ભવાની સિંહ કાલવી, રાજપૂત સમુદાયના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલ્યાણ સિંહ કાલવીના પૌત્ર છે. તેમના પિતા સ્વર્ગસ્થ લોકેન્દ્ર સિંહ કાલવી, રાજ્યના જાણીતા સામાજિક કાર્યકર હતા. કાલવી, પોલો ખેલાડી છે અને રાજસ્થાનમાં સ્થાપિત નામ છે.
કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મેઘવાલે કહ્યું કે, રાજસ્થાનમાં આ બે મોટા નેતાઓનો સમાવેશ પાર્ટી માટે મહત્વપૂર્ણ છે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના મોદીજીના સંકલ્પમાં રાજસ્થાનનું મોટું યોગદાન હશે.
ભવાની સિંહ કાલવીએ કહ્યું કે, તે પોલો ખેલાડી છે અને ઘણી આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે. ભાજપ મને એક ટીમ તરીકે જે પણ કહેશે, અમે ટીમ પ્લેયર તરીકે સાથે મળીને કામ કરીશું અને રમત જીતવાનો પ્રયાસ કરીશું.
આ સાથે વિશ્વરાજ સિંહે કહ્યું કે, મારા પૂર્વજો (મહારાણા પ્રતાપ)એ હંમેશા સમગ્ર સમાજના કલ્યાણ માટે વિચાર્યું છે અને આ વિચાર સાથે આજે હું ભાજપમાં જોડાયો છું.
