અહિ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં લેતા, ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાની સેનાની તરફથી નિયંત્રણ રેખા (LoC) તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર કોઇ પણ ઉશ્કેરણી વિના સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જેના જવાબમાં ભારતીય સેનાએ પણ યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરી છે. આ ઘટનાઓને પગલે સરહદી વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે અને નાગરિકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે.
BulletsIn
-
22 એપ્રિલના પહેલગામ હુમલા બાદ તણાવ વધ્યો છે, જેમાં 26 લોકોના મૃત્યુ થયા હતા.
-
પાકિસ્તાની સેનાએ 30 એપ્રિલ અને 01 મેની રાત્રે કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારમાં ગોળીબાર શરૂ કર્યો હતો.
-
ગોળીબાર ઊશ્કેરણી વિના કરવામાં આવ્યો, જેને ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.
-
29-30 એપ્રિલની રાત્રે પણ નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં ગોળીબાર થયો હતો.
-
ભારતીય સેનાએ દરેક વખત તાત્કાલિક અને સંતુલિત પ્રતિસાદ આપ્યો છે.
-
કાશ્મીરના બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં પણ સતત ગોળીબારની ઘટનાઓ નોંધાઈ રહી છે.
-
જમ્મુ જિલ્લાના પરગલ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ગોળીબાર થયો છે, જે હાલમાં પ્રથમ ઘટના માનવામાં આવે છે.
-
ગોળીબારની શ્રેણી કુપવાડાથી લઈને પૂંછ, અખનૂર, સુંદરબની અને નૌશેરા સુધી ફેલાઈ ગઈ.
-
ભારત સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરીને પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો છે.
-
સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે અને નાગરિકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અપીલ કરાઈ છે.
