નવી દિલ્હી, 09 ફેબ્રુઆરી : ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે (શુક્રવારે) 4.30 વાગ્યે રાષ્ટ્રીય રાજધાનીમાં આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે બે દિવસીય ‘સુશાન મહોત્સવ 2024’નું ઉદ્ઘાટન કરશે. આ માહિતી (સંક્ષિપ્ત અને સચિત્ર) ભાજપ દ્વારા તેના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવી છે. રામભાઈ મ્હાલગી પ્રબોધિની દ્વારા ‘સુશાન મહોત્સવ 2024’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં, ‘સુશાન મહોત્સવ 2024’ના સત્તાવાર મીડિયા પાર્ટનર, ટીવી 9 ભારત વર્ષ અનુસાર, મોદી સરકારના કાર્યકાળના છેલ્લા દસ વર્ષના સુશાસનને આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રકાશિત કરવામાં આવશે. આ મહોત્સવનો હેતુ, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન તમામ ક્ષેત્રોમાં થયેલા વિકાસ કાર્યો અને સુશાસનના મુખ્ય મુદ્દાઓને, દેશ સમક્ષ રજૂ કરવાનો છે. ચેરીટેબલ ટ્રસ્ટ રામભાઈ મ્હાલગી પ્રબોધિનીના, આ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ભાગ લેશે. તેમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીય પ્રધાન તેમ્જેન ઇમના અલોન્ગ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, ભારતીય જનતા યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા સામેલ છે.
મહોત્સવના અધિકારીક મીડિયા પાર્ટનરના જણાવ્યા અનુસાર,” મહોત્સવ 9 ફેબ્રુઆરીએ પહેલા દિવસે, સાંજે 4 વાગ્યે શરૂ થશે. તે રાત્રે 8:30 કલાકે અનેક સત્રોમાં પૂર્ણ થશે. દરેક સત્ર અડધા કલાકનું રહેશે. ઉદ્ઘાટન સત્રમાં જેપી નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ, રામભાઉ મ્હાલગી પ્રબોધિનીના વાઇસ પ્રેસિડેન્ટ વિનય સહસ્રબુદ્ધે અને પૂનાવાલા ફિનકોપના મેનેજિંગ ડિરેક્ટર અભય ભૂતડા ખાસ ઉપસ્થિત રહેશે.”
બીજા દિવસે શનિવારે સુશાસન મહોત્સવ સવારે 10:30 કલાકે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. સવારે 10:30 થી 11:15 સુધીના સત્રમાં, નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમ તેમના મંતવ્યો રજૂ કરશે અને સવારે 11.15 થી 12.15 સુધીના સત્રમાં, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા તેમના મંતવ્યો રજૂ કરશે. 12:15 થી 1 વાગ્યા સુધીનું સત્ર વિવિધ સ્ટોલ વચ્ચે વિચારોની આપ-લે માટે રાખવામાં આવ્યું છે. ત્યારપછીના સત્રોમાં તેમ્જેન ઈમ્ના ઓમંગ, વિનય સહસ્રબુદ્ધે, યોગી આદિત્યનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્ય રીતે રજૂ થશે.
