મુંબઈ, નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય-પ્રધાન અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ મનોહર જોશી (86), જેઓ સમગ્ર મહારાષ્ટ્રમાં અને રાજકીય વર્તુળોમાં ‘જોશી સર’ તરીકે જાણીતા છે, તેમનું આજે (શુક્રવાર) સવારે 3 વાગ્યે માહિમની હિન્દુજા હોસ્પિટલમાં નિધન થયું હતું. ગુરુવારે સાંજે હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેમને, અહીં દાખલ કરવામાં આવ્યા હતા. ‘જોશી સર’ના અંતિમ સંસ્કાર, સાંજે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
ગયા વર્ષે મે મહિનામાં પણ, તબિયતના કારણે તેમને આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી ખબર પડી કે તેને બ્રેઈન ટ્યુમર છે. તે સમયે તેમણે રોગને હરાવી દીધો હતો. જોષીના પાર્થિવ દેહને આજે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. આ પછી, શિવાજી પાર્ક સ્થિત સ્મશાનભૂમિમાં રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મનોહર જોશીનો જન્મ 2 ડિસેમ્બર 1937ના રોજ, રાયગઢ જિલ્લાના નંદવી ગામમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમણે મુંબઈમાં શિક્ષણ મેળવ્યું હતું. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થોડો સમય નોકરી કરી. થોડા સમય પછી બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વમાં, શિવસેનામાં જોડાયા. તેઓ ઠાકરેની નજીકમાના રહ્યા હતા.
તેઓ 1976 થી 1977 સુધી મુંબઈના મેયર હતા. શિવસેનાના નેતા મનોહર જોશી, ચાર વર્ષ (1995-1999) માટે મુખ્ય-પ્રધાન હતા. ભાજપ સાથે ગઠબંધન કરીને પાર્ટીએ પહેલીવાર મહારાષ્ટ્રમાં સત્તા મેળવી. તેમણે અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન લોકસભાના અધ્યક્ષ (2002-2004) તરીકે સેવા આપી હતી. કોંગ્રેસના શિવરાજ પાટીલ (1991–1996) પછી, આ પ્રતિષ્ઠિત પદ સંભાળનાર રાજ્યમાંથી તેઓ બીજા વ્યક્તિ બન્યા. જોશી, મુંબઈ મધ્ય સંસદીય બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. તેમણે છ વર્ષ સુધી રાજ્યસભાના, સભ્ય તરીકે પણ સેવા આપી છે. ખરાબ તબિયતના કારણે તેઓ, થોડા સમય માટે મહારાષ્ટ્રના રાજકારણથી દૂર હતા.
