લખનૌ, નવી દિલ્હી, રાષ્ટ્રધર્મ સામયિકના ભૂતપૂર્વ સંપાદક, આનંદ મિશ્ર ‘અભય’નું ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રિએ બારાબંકીમાં અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર શુક્રવારે બારાબંકીમાં કરવામાં આવશે. આનંદ મિશ્ર અભય, લગભગ 18 વર્ષ સુધી રાષ્ટ્રધર્મના તંત્રી હતા.
રાષ્ટ્રધર્મના નિર્દેશક સર્વેશ ચંદ્ર દ્વિવેદીએ હિન્દુસ્થાન સમાચારને જણાવ્યું કે, રાષ્ટ્રધર્મના સંપાદક બન્યા પહેલા આનંદ મિશ્ર સરકારી નોકરીમાં હતા. રાજ્ય સરકારમાં વિવિધ જવાબદારીઓ નિભાવ્યા બાદ 31 ડિસેમ્બર 1989ના રોજ નિવૃત્ત થયા. લેખનમાં રસ હોવાને કારણે, નિવૃત્તિ પછી તેઓ વિશ્વ સંવાદ કેન્દ્ર, લખનૌમાં જોડાયા. વર્ષ 1997માં તેમને રાષ્ટ્રધર્મના સંપાદક બનાવવામાં આવ્યા.
રાષ્ટ્રધર્મના મેનેજર ડૉ. પવનપુત્ર બાદલે કહ્યું કે, અભય જી હિન્દીના શ્રેષ્ઠ વિદ્વાન હતા. તેમણે અમને પત્રકારત્વ શીખવ્યું. રાષ્ટ્રધર્મ પરિવાર તરફથી તેમને નમ્ર શ્રદ્ધાંજલિ.
