નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી : આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ, દેશ સમક્ષ મોદી સરકારના બંને કાર્યકાળની બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ અને આગામી ત્રીજા કાર્યકાળની મુખ્ય પ્રાથમિકતા રજૂ કરી છે. ભાજપે પોતાના એક્સ હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે લખ્યું છે – મોદી સરકારના 10 વર્ષનો હિસાબ અને આવનારા 10 વર્ષ માટે વિકાસનો રોડમેપ. અમારો ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણયોથી ભરેલો રહેશે.
ભારતીય જનતા પાર્ટીએ અત્યંત પ્રામાણિકતા સાથે દેશને કહ્યું છે કે, મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં યુપીએ યુગના ખાડાઓ ભર્યા. બીજા કાર્યકાળની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે, આ સમયગાળા દરમિયાન નવા ભારતનો પાયો નંખાયો હતો. ભાજપે વચન આપ્યું છે કે, મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં વિકસિત ભારતના નિર્માણને નવી ગતિ આપવામાં આવશે.
