નવી દિલ્હી, 19 ઓક્ટોબર ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ, રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે અને કોંગ્રેસને બીઆરએસની બી ટીમ ગણાવી છે. બીજેપી કોર ગ્રૂપની બેઠકમાં ભાગ લેવા ગુરુવારે, નવી દિલ્હી પહોંચેલા તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ, રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે,” તેમની યાદશક્તિ ઘણી નબળી છે. આ અંગે કંઈ કરી શકાય તેમ નથી. તેઓએ પોતાની સારવાર કરાવવી જોઈએ.” તેમણે કહ્યું કે,” બીઆરએસ કોંગ્રેસની બી ટીમ છે અને કોંગ્રેસ બીઆરએસની બી ટીમ છે અને મજલિસ પાર્ટી આ બંને માટે સી ટીમ છે.”
આના પર ખુલ્લી ચર્ચાને પડકાર આપતા જી કિશન રેડ્ડીએ કહ્યું કે,” બીઆરએસ અથવા કોંગ્રેસ આ અંગે ચર્ચા માટે કોઈપણ દિલ્હી પ્રેસ ક્લબ અથવા હૈદરાબાદ પ્રેસ ક્લબ અથવા કોઈપણ જગ્યાએ, આવવું જોઈએ. કોંગ્રેસ અને બીઆરએસ એકબીજાની બી ટીમ છે. રાહુલ ગાંધીએ રાજકારણનો ઈતિહાસ અને વાસ્તવિકતા સમજવી જોઈએ, માત્ર કાગળ પર જે લખેલું છે, તે વાંચવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. તેલંગાણાના લોકો સ્માર્ટ છે, તેઓ તમારા પર વિશ્વાસ કરતા નથી.”
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પર આકરા પ્રહારો કરતા રવિવારે કહ્યું હતું કે,” તેમનો ‘રિમોટ કંટ્રોલ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે.” રાહુલ ગાંધીએ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ને ‘ભાજપની બી-ટીમ’ ગણાવી અને તેને ‘ભાજપની સંબંધિત પાર્ટી’ ગણાવી.
