ઇમ્ફાલ, નવી દિલ્હી,25 જુલાઈ (હિ.સ.)
મણિપુર પોલીસે કાકચિંગ જિલ્લાના વાબગાઈ વિસ્તારમાં, ઉગ્રવાદી વિરુદ્ધ ચલાવવામાં
આવી રહેલા ખાસ ઓપરેશન હેઠળ કાર્યવાહી કરતી વખતે પ્રતિબંધિત સંગઠન કાંગલેઇપાક
કોમ્યુનિસ્ટ પાર્ટી (પીપલ્સ વોર ગ્રુપ) ના ચાર કેડરોની ધરપકડ કરી.
ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ વાબગાઈ માઈરેંગબમ લીકાઈના
રહેવાસી લૈશરામ નનાઓ સિંહ (41), માયેંગબમ શંજીત સિંહ (51) અને ખાદેમ રાજેશ સિંહ (45), વાબગાઈ તેરા ઉરકના રહેવાસી અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના યુરેંબમ
અવાંગ લીકાઈના રહેવાસી લૈશરામ રણજીત મેતેઈ (51) તરીકે થઈ છે. તેમની પાસેથી એક .32 પિસ્તોલ, ચાર મોબાઇલ ફોન
અને એક કોમેટ 10×50 ડીપીએસઆઈદૂરબીન મળી
આવ્યું છે. અધિકારીઓનું માનવું છે કે,” તે બધા વિસ્તારમાં ભૂગર્ભ પ્રવૃત્તિઓનું
સંકલન કરવામાં સામેલ હતા.”
આ ઉપરાંત, 24 જુલાઈના રોજ ચુરાચાંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિદાને
વિસ્તારમાં અન્ય એક કાર્યવાહી દરમિયાન શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી
આવ્યો હતો. જપ્ત કરાયેલી સામગ્રીમાં .22 રાઈફલ (મેગેઝિન વગર), મેગેઝિનવાળી 9એમએમ કાર્બાઇન, મેગેઝિનવાળી 9એમએમ પિસ્તોલ, છ SB
રાઈફલ, 12-બોર રાઈફલ, સિંગલ બેરલ
બોલ્ટ-એક્શન રાઈફલ, એક સુધારેલ લાંબા
અંતરનો મોર્ટાર (પોમ્પી),
ત્રણ જીવંત
પોમ્પી બોમ્બ, બે બાઓફેંગ
વાયરલેસ સેટ, એક સ્મોક ગ્રેનેડ
અને મોટી માત્રામાં કારતૂસનો સમાવેશ થાય છે.
આ દરમિયાન, રાજ્યભરના સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન વધુ
તીવ્ર બનાવવામાં આવ્યું છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે,” રાજ્યમાં
આતંકવાદને કાબુમાં લેવા અને સંવેદનશીલ સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા
ઓપરેશન વધુ ઝડપી કરવામાં આવ્યુ છે.”
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
