ઉત્તરકાશી, નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ. સ.). વિશ્વ પ્રસિદ્ધ યમુનોત્રી તીર્થધામના દરવાજા 15 નવેમ્બરે બંધ કરવામાં આવશે. ગંગાજીના શિયાળુ રોકાણ ખરસાલીમાં વિજયા દશમી ની તીથી પર શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે.
યમુનોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ ઉનિયાલે જણાવ્યું હતું કે, મંગળવારે વિજયા દશમીના દિવસે યમુનોત્રી ધામના પંડા અને તીર્થ પુરોહિતો એ પંચાંગની ગણતરી કર્યા બાદ ઉપરોક્ત જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામોમાંના પ્રથમ ધામ યમુનોત્રીના દરવાજા શિયાળાની ઋતુ માટે 15 નવેમ્બરે, ભાઈબીજ ના પવિત્ર તહેવાર પર સવારે 11.57 કલાકે અભિજીત મુહૂર્ત (મકર લગ્ન)માં વિશેષ પૂજા કર્યા બાદ બંધ કરવામાં આવશે. ત્યાર બાદ શિયાળાની ઋતુમાં માં યમુના ના દર્શન, ખરસાલી (ખુશીમઠ)માં કરવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર/ચિરંજીવ/વીરેન્દ્ર / ડો. હિતેશ
