નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિં. સ.) વિશેષ અદાલતે શુક્રવારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી લાંચના આરોપમાં ધરપકડ કરાયેલ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પ્રાદેશિક કમિશનર, એન્ફોર્સમેન્ટ ઓફિસર અને અન્ય વ્યક્તિને 1 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, ત્રણેયની 2 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી.
સીબીઆઈએ ઇપીએફઑ અધિકારી અને નાસિક જિલ્લાના રહેવાસી અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ પછી, સીબીઆઈએ બે ઇપીએફઑ અધિકારીઓ અને અન્ય એકને 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા. સીબીઆઈએ નાસિકમાં પણ સાત સ્થળોએ, સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન, રોકડ સહિતની વાંધાજનક સામગ્રી અને અયોગ્ય લાભો વગેરેની વિગતો ધરાવતી ડાયરીઓ મળી આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / બિરંચી સિંહ / પવન / ડો હિતેશ/માધવી
