કલકતા, નવી દિલ્હી, 10 ઓક્ટોબર (હિ.સ): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, શુક્રવારે બે અલગ અલગ મની લોન્ડરિંગ કેસોના સંદર્ભમાં પશ્ચિમ બંગાળમાં રાજ્યના અગ્નિશમન મંત્રી સુજીત બોઝના કાર્યાલય સહિત 10 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા. કોલકતા અને તેની આસપાસ આ દરોડા ચાલુ છે.
ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા બે કેસોમાંનો એક મ્યુનિસિપાલિટીઝમાં રોકડ-બદલા-નોકરી કૌભાંડ સાથે સંબંધિત છે, જ્યારે બીજો બેંક લોન છેતરપિંડી કેસ સાથે સંબંધિત છે. એજન્સીની એક ટીમે ઉત્તર કોલકતાના સોલ્ટ લેકમાં મંત્રી સુજીત બોઝની ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા, જે મ્યુનિસિપલ ભરતી અનિયમિતતાના કેસ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત, ઈડી ટીમો ન્યૂ અલીપુર, દક્ષિણ કોલકતામાં શરત બોઝ રોડ અને રાજધાનીના ઉત્તર ભાગમાં નાગરબજારમાં દરોડા પાડી રહી છે. ન્યૂ અલીપુરમાં કોલકાતા હાઇકોર્ટના એક જાણીતા વકીલના નિવાસસ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. દરેક ટીમ સાથે સુરક્ષા માટે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) કર્મચારીઓ પણ છે.
આ પહેલી વાર નથી, જ્યારે ઈડી એ મંત્રી સુજીત બોઝના પરિસરમાં દરોડા પાડ્યા હોય. અગાઉ, જાન્યુઆરી 2024 માં, ઈડી એ તેમના ઘર અને ઓફિસ પર એક સાથે દરોડા પાડ્યા હતા, જેમાં અનેક ગુનાહિત દસ્તાવેજો અને તેમનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ ભરતી કૌભાંડને લગતા આ દરોડા વચ્ચે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) તેની સમાંતર તપાસના ભાગ રૂપે આ જ કેસમાં નવી ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી પણ કરી રહી છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિના પુત્રની પૂછપરછ કરવામાં આવી છે, જોકે તેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
સીબીઆઈ તપાસ એ જ એફઆઈઆર ના આધારે શરૂ કરવામાં આવી હતી, જે કોલકાતા હાઇકોર્ટના આદેશ પર નોંધવામાં આવી હતી. કોર્ટે ઈડી ની દલીલ સ્વીકારી કે ભરતી કૌભાંડ ફક્ત શિક્ષકોની નિમણૂક સુધી મર્યાદિત નથી પરંતુ પશ્ચિમ બંગાળની નગરપાલિકાઓમાં વિવિધ હોદ્દાઓ સુધી વિસ્તરેલું છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
