ચેન્નઈ, નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.) કેરળ સરકારે તમિલ પાર્શ્વગાયક, પીકે વીરમણી દાસનને આ વર્ષનો હરિવરાસનમ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કેરળના સબરીમાલા સન્નિધાનમ ઓડિટોરિયમમાં 15 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યે, દેવસ્વોમ મંત્રી કે રાધાકૃષ્ણન દ્વારા તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
પુરસ્કાર તરીકે, વીરમણિ દાસનને રૂ. 1 લાખનું રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે. વીરમણિ દાસ એ, ભગવાન અયપ્પાના લગભગ 6,000 ભક્તિ ગીતો ગાયા છે. કેરળ સરકારે 2012 માં હરિવરાસનમ એવોર્ડની સ્થાપના કરી હતી. આ પુરસ્કાર કેરળ સરકાર અને ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. આર. બી. ચૌધરી / મુકુંદ / ડો. હિતેશ /માધવી
