રાયપુર, નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બુધવારે સવારે છત્તીસગઢના ભિલાઈમાં ફટાકડાના વેપારી સુરેશ ઘીંગાણીના ઘરે દરોડા પાડ્યા હતા. ઇડી ના અધિકારીઓ ચાર વાહનોમાં ભિલાઈના પદુમનગરમાં ધીંગાણી ફાયર વર્કસના સંચાલક સુરેશ ધીંગાણીના ઘરે પહોંચ્યા હતા. થોડીક તપાસ અને પૂછપરછ બાદ ઇડી ની ટીમ, સુરેશ ધીંગાણીના પુત્ર વિવેક ધીંગાણીને કારમાં લઈ ગઈ હતી.
ઉચ્ચ સ્તરીય વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇડી ની ટીમ વિવેક ધીંગાણીને વસુંધરા નગર સ્થિત વેરહાઉસમાં લઈ ગઈ છે. ભિલાઈ-3માં પોલીસ પેટ્રોલ પંપની સામે આવેલી દુકાન અને પદુમ નગર સ્થિત ઘર પર ઇડી ની કાર્યવાહી ચાલી રહી છે. તેની રાયપુરના પંડારીમાં ફટાકડાની દુકાન પણ છે. ઇડી એ બીજી વખત ખિંગાનીના પરિસરમાં દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઇડી ને મહાદેવ અને અન્ય કૌભાંડો સાથેના વ્યવહારો માં જોડાયેલા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.
બીજી તરફ ઇડી ના અધિકારીઓ બાલોદના દલ્લીરાજહરા ના માઈનિંગ બિઝનેસમેન સુમિત લોઢા અને સૌરભ લોઢાની ઓફિસમાં તપાસ કરી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીઆરપીએફની ટીમ ઓફિસની બહાર હાજર છે. સુમિત લોઢા અને સૌરભ લોઢાનો ઢૂલ્કી, ગીધાલી, દલ્લી, રાવઘાટમાં લોખંડની ખાણ અને પરિવહનનો મોટો બિઝનેસ છે.
હિન્દુસ્થાન સમાચાર/કેશવ શર્મા/મુકુંદ / ડો. હિતેશ
