નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. તેમનો હેતુ એ છે કે, જો પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીને ગંભીર ગુનાહિત કેસોમાં 30 કે તેથી વધુ દિવસ માટે ધરપકડ કરવામાં આવે અથવા અટકાયતમાં લેવામાં આવે, તો તેમને તેમના પદ પરથી દૂર કરી શકાય. આ બિલોમાં કેન્દ્રશાસિત પ્રદેશો (સુધારા) બિલ, 2025, બંધારણ (130મો સુધારો) બિલ, 2025, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2025નો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ ત્રણ બિલોને સંસદની સંયુક્ત સમિતિને મોકલવા માટે લોકસભામાં ઠરાવ પણ રજૂ કરશે. જોકે, આ બિલોને વિપક્ષ તરફથી જોરદાર વિરોધનો સામનો કરવો પડી શકે છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર વિપક્ષને અસ્થિર કરવા માટે આ નવો કાયદો લાવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
