ગુવાહાટી, નવી દિલ્હી,20 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ત્રણ દિવસીય ઉત્તર-પૂર્વ પ્રવાસનો આજે, છેલ્લો દિવસ છે. આજે શાહે સોનિતપુર જિલ્લાના ઢેકિયાજુલી ખાતે સશસ્ત્ર સીમા બલના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં, હાજરી આપી હતી. આ પછી તેઓ ગુવાહાટીમાં 2551 આસામ પોલીસ કમાન્ડોની પરેડનું નિરીક્ષણ કરશે. તેઓ ગુવાહાટીના પાન બજારમાં નવનિર્મિત, બ્રહ્મપુત્રા રિવર ફ્રન્ટ પાર્કનું ઉદ્ઘાટન પણ કરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે, શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આયોજિત કાર્યક્રમમાં લચિત બરફૂકન પર લખાયેલ પુસ્તકનું વિમોચન પણ કરશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ગૃહમંત્રીએ શિલોંગના સ્ટેટ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના 71મા સત્રની અધ્યક્ષતા કરી હતી. આ પછી શિલોંગથી તેજપુર પહોંચ્યા. તેમણે મહાભૈરવ મંદિરની મુલાકાત લીધી. આ પછી, મંદિરના ફર્ષની સંપૂર્ણ ભક્તિ સાથે સફાઈ કરવામાં આવી હતી. આ પછી, સાંજે તેજપુર યુનિવર્સિટી કેમ્પસમાં, ભારત રત્ન ભૂપેન હજારિકા પર આધારિત, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો. ગૃહમંત્રીએ તેજપુરમાં રાત્રિ આરામ કર્યો. અમિત શાહની સાથે મુખ્યમંત્રી ડો.હિમંતા બિસ્વા સરમા પણ હાજર હતા.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ / મુકુંદ / ડો દિવસ
