કુશીનગર, નવી દિલ્હી, 08 જાન્યુઆરી (હિ.સ.) કુશીનગરની હોટલોમાં પ્રી-બુકિંગની સ્થિતિ દર્શાવે છે કે, ફેબ્રુઆરી મહિનામાં, બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળ થાઈલેન્ડના પ્રવાસીઓથી ધમધમતું હશે. 20-24 ફેબ્રુઆરી દરમિયાન થાઈ વાટ, થાઈ ફેસ્ટિવલ (માઘી પૂર્ણિમા ઉત્સવ અને ધાતુ યાત્રા)નું પણ આયોજન કરી રહ્યું છે. ઘટનાના સમયગાળા દરમિયાન થાઈ પ્રવાસીઓ અને બૌદ્ધ સાધુઓની ભીડ વધુ વધશે. તહેવારમાં ભાગ લેવા માટે પ્રવાસીઓ, દસ દિવસ અગાઉથી કુશીનગર આવવાનું શરૂ કરી દેશે.
ઓક્ટોબરથી શરૂ થતી પ્રવાસી સિઝનમાં અત્યાર સુધી થાઈલેન્ડના પ્રવાસીઓની સંખ્યા નહિવત રહી છે. અપવાદ તરીકે, પ્રવાસીઓના માત્ર એક કે, બે નાના જૂથો આવ્યા હતા. જ્યારે બૌદ્ધ સર્કિટના પર્યટનમાં થાઈ પ્રવાસીઓની નોંધપાત્ર ભાગીદારી (કુલ પ્રવાસીઓની સંખ્યાના લગભગ 30 ટકા) છે. થાઈ પ્રવાસીઓ પાછલી પ્રવાસી સીઝનમાં વહેલા આવવાનું શરૂ કરે છે. પરંતુ આ સત્રમાં તેમની ગેરહાજરીને કારણે, પ્રવાસન ઉદ્યોગકારો નિરાશ થયા હતા. થાઈ રાજવી પરિવાર સાથે સંકળાયેલું, થાઈ વાટનું સંકુલ જે હંમેશા પ્રવૃત્તિથી ધમધમતું રહે છે, તે પણ નિર્જન દેખાય છે. પરંતુ થાઈ ફેસ્ટિવલ દરમિયાન અહીં મોટી સંખ્યામાં બૌદ્ધ સાધુઓ અને પ્રવાસીઓ આવશે.
થાઈ ફેસ્ટિવલ એ આંતરરાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટ છે.
પાંચ દિવસ સુધી ચાલનારા થાઈ ફેસ્ટિવલમાં વિશેષ ધાર્મિક વિધિઓ, બુદ્ધ ધાતુ શોભા યાત્રા, સાંસ્કૃતિક અને સર્જનાત્મક કાર્યક્રમો વગેરે કરવામાં આવે છે. સુશોભિત રથ પર સોનાના કળશ માં રાખવામાં આવેલ ગૌતમ બુદ્ધના અસ્થિ અવશેષો યાત્રા દરમિયાન ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. વિશેષ ધાર્મિક વિધિમાં, બૌદ્ધ સાધુઓ ઈન્ડો-થાઈ લોકોની સમૃદ્ધિ, વિકાસ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરે છે.
આ કાર્યક્રમમાં થાઈ રાજવી પરિવારના સભ્યો, બૌદ્ધ સાધુઓ, પ્રવાસીઓ અને શ્રીલંકા, મ્યાનમાર, જાપાન, ભૂતાન સહિત ઘણા દેશોના રાજદ્વારીઓ હાજરી આપે છે.
અંબિકેશ ત્રિપાઠી પીઆરઓ થાઈ વાટે કહ્યું કે, થાઈલેન્ડના પ્રવાસીઓ બૌદ્ધ સર્કિટમાં ન આવવાનું મુખ્ય કારણ કોરોનાના કારણે આવેલી આર્થિક મંદી છે. થાઈલેન્ડમાં માઘ માસ અને માઘી પૂર્ણિમાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. જેના કારણે આ ફેબ્રુઆરીમાં પ્રવાસીઓ આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ગોપાલ / રાજેશ / માધવી
