ગૌહાટી, નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ. સ.) આસામમાં “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ હેઠળ, રાજ્યભરમાંથી એકત્રિત કરવામાં આવેલા માટીના કળશો, આજે ઔપચારિક રીતે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. દિલ્હીમાં બનાવવામાં આવનાર અમૃત ઉદ્યાનમાં, ઉપયોગ માટે એકત્રિત કરાયેલા કુલ 540 અમૃત કળશમાંથી 270 કળશ આજે રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. બાકીના 270 કળશોની માટીનો ઉપયોગ, ગોહપુરમાં થનારી વીરાંગના કનકલતા યુનિવર્સિટીમાં કરવામાં આવશે.
આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા શર્માએ આજે સવારે ગુવાહાટી રેલ્વે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી અને અમૃત કળશને દિલ્હી રવાના કર્યા. મુખ્યમંત્રીની સાથે ગૌહાટીના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, મૃગેન શરનિયા અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ અમૃત કળશ યાત્રાને સમર્થન આપવા બદલ આસામના લોકોનો આભાર માન્યો હતો. આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ, અમૃત કળશ સાથે દિલ્હી જઈ રહેલા લોકોને અભિનંદન પાઠવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / મુકુંદ / ડો. હિતેશ / માધવી
