
જયપુર, નવી દિલ્હી, 02 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે,” રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. રાજ્યની જનતા કોંગ્રેસના, કુશાસનમાંથી મુક્તિ મેળવશે.” અહીં એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા તેમણે આ વાત કહી. ઠાકુર શનિવારે રાજસ્થાનની એક દિવસની મુલાકાતે અહીં પહોંચ્યા હતા. જયપુર એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ રોડ માર્ગે અજમેર જવા રવાના થયા હતા. તેઓ મેયો કોલેજના સ્પોર્ટ્સ ડેના ઉદ્ઘાટનમાં હાજરી આપવા આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું કે,” કોંગ્રેસ સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે અને આવતીકાલે માત્ર પરિણામો આવવાના બાકી છે. મતગણતરીમાં સ્પષ્ટ થશે કે, મતદારોએ કોંગ્રેસ સરકારના કુશાસનનો અંત લાવ્યો છે. જનતાની રાહનો અંત આવશે અને રાજ્યની જનતાને ગેહલોત સરકારના કુશાસનમાંથી મુક્તિ મળશે. જનતાએ ભાજપને કમળ ખીલવવા આશીર્વાદ આપ્યા છે. સામાન્ય લોકોએ એક દિવસ રાહ જોવી પડશે, તે પછી તેમને ગેહલોત સરકારના કુશાસનમાંથી આઝાદી મળશે.”
ઠાકુરે કહ્યું કે,” દાવા અને ખોટા વચનો કોંગ્રેસની જૂની આદત છે. પાંચ વર્ષ પહેલા પણ રાહુલ ગાંધીએ રાજસ્થાનની જનતાને મોટા મોટા વચનો આપ્યા હતા, પરંતુ તે માત્ર વચનો જ રહ્યા હતા. કોંગ્રેસના તમામ વચનો પોકળ સાબિત થયા છે. રાજસ્થાન સહિત પાંચેય રાજ્યોમાં કોંગ્રેસનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. જનતાએ ચૂંટણીમાં કોંગ્રેસના કુશાસન સામે મતદાન કર્યું છે. કોંગ્રેસનો વર્તમાન સદંતર ખતમ થઈ ગયો છે.”
હિન્દુસ્થાન સમાચાર / રોહિત / મુકુંદ / ડો હિતેશ
