• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > International > કેલિફોર્નિયા વિધાનસભાએ, દિવાળીને જાહેર રજા જાહેર કરવા માટે બિલ પસાર કર્યું
International

કેલિફોર્નિયા વિધાનસભાએ, દિવાળીને જાહેર રજા જાહેર કરવા માટે બિલ પસાર કર્યું

CliQ INDIA
Last updated: September 17, 2025 2:35 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

સેક્રામેન્ટો (કેલિફોર્નિયા), અમેરિકા, નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ,)

કેલિફોર્નિયા વિધાનસભાએ ગયા અઠવાડિયે બિલ 268 પસાર કર્યું, જેમાં દિવાળીને જાહેર રજા જાહેર કરવામાં આવી. રાજ્યપાલના

હસ્તાક્ષરની સાથે જ દિવાળી રાજ્યની સત્તાવાર રજાઓની યાદીમાં ઉમેરવામાં આવશે. આનાથી

પેન્સિલવેનિયા અને કનેક્ટિકટ પછી કેલિફોર્નિયા દિવાળીને સત્તાવાર રજા જાહેર કરનાર

ત્રીજું રાજ્ય બની શકે છે.

લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલ મુજબ,”આ બિલ કોમ્યુનિટી

કોલેજો અને જાહેર શાળાઓને દિવાળી પર બંધ રહેવાનો અધિકાર આપશે. રાજ્યના કર્મચારીઓને

દિવાળી પર રજા લેવાનો વિકલ્પ આપવામાં આવશે. પ્રસ્તાવિત કાયદા હેઠળ, કેટલીક

કોમ્યુનિટી કોલેજો અને જાહેર શાળાઓના કર્મચારીઓને પેઇડ રજા આપવામાં આવશે.

કેલિફોર્નિયામાં હાલમાં 11 રાજ્ય રજાઓ છે, જેમાં માર્ટિન

લ્યુથર કિંગ જુનિયર ડે, સીઝર ચાવેઝ ડે, ​​લેબર ડે અને

વેટરન્સ ડેનો સમાવેશ થાય છે.”

ગવર્નર ગેવિન ન્યુસોમે 12 ઓક્ટોબર પહેલા, આ બિલ પર હસ્તાક્ષર કરીને કાયદામાં

રૂપાંતરિત થવું પડશે. બિલ રજૂ કરનારા એસેમ્બલી મેમ્બર એશ કાલરા (ડેમોક્રેટ-સાન

જોસ) એ જણાવ્યું હતું કે,

દિવાળીને સત્તાવાર રાજ્ય રજા જાહેર કરવાથી આ તહેવારના ધાર્મિક અને ઐતિહાસિક

મહત્વને માન્યતા મળશે જ, પરંતુ ભારતીય પ્રવાસીઓ

અને અન્ય દેશોના લોકોને વિશ્વના સૌથી જૂના ધાર્મિક તહેવારોમાંના એકમાં ભાગ લેવાની

વધુ તક પણ મળશે.

સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ અનુસાર, દિવાળી પાંચ દિવસ

માટે ઉજવવામાં આવે છે. ભારતમાં પરંપરાગત રીતે આ તહેવાર ઓક્ટોબર અથવા નવેમ્બરમાં

ઉજવવામાં આવે છે. વિદેશમાં રહેતા ભારતીયો પણ ખૂબ જ ઉત્સાહથી દિવાળી ઉજવે છે.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (એચએએફ) અનુસાર,”લોકો ઘરો, વ્યવસાયો, મંદિરો અને અન્ય

જાહેર સ્થળોએ દીવા પ્રગટાવીને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવે છે. પ્રકાશના

તહેવારમાં પરિવાર, મિત્રો અને અન્ય

સમુદાયના સભ્યો સાથે ભેગા થવાનો અને ભેટો અથવા મીઠાઈઓની આપ-લે કરવાનો પણ સમાવેશ

થાય છે. આ વર્ષે, દિવાળીની ઉજવણી 20 ઓક્ટોબરથી શરૂ

થશે.”

કેલિફોર્નિયામાં દેશમાં સૌથી વધુ દક્ષિણ એશિયાઈ વસ્તી છે.

લોસ એન્જલસમાં કોઈપણ મેટ્રોપોલિટન વિસ્તારની ચોથી સૌથી મોટી વસ્તી છે.

પેન્સિલવેનિયા 2024 માં દિવાળીને

સત્તાવાર રજા જાહેર કરનાર પ્રથમ યુએસ રાજ્ય બન્યું. આ વર્ષે, કનેક્ટિકટ તેની

સત્તાવાર રજાઓની યાદીમાં દિવાળીનો સમાવેશ કરનાર બીજું રાજ્ય બન્યું. ન્યુ જર્સી

શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને દિવાળી પર રજા આપી છે. ન્યુ યોર્ક શહેરમાં, જાહેર શાળાઓ

દિવાળી પર બંધ રહે છે. આ વ્યવસ્થા 2023 માં લાગુ કરવામાં આવી છે.

કેલિફોર્નિયામાં રહેતા ભારતીયો લાંબા સમયથી દિવાળી પર રજાની

માંગ કરી રહ્યા છે. આ બિલ પસાર થવાથી લોકો ખુશ છે. એક હિન્દુ નેતાએ આ સારા સમાચાર

શેર કરતા કહ્યું કે,” દિવાળી ટૂંક સમયમાં કેલિફોર્નિયામાં સત્તાવાર રજા બની શકે

છે. હવે, રાજ્યપાલની

મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આશા છે કે, આપણે ટૂંક સમયમાં આ સારા સમાચાર સાંભળીશું. હિન્દુ અમેરિકન

ફાઉન્ડેશન (એચએએફ) જેવા હિમાયતી

જૂથો અને અમારા જેવા અન્ય ધાર્મિક સંગઠનો છેલ્લા કેટલાક વર્ષોથી આને વાસ્તવિકતા

બનાવવા માટે કામ કરી રહ્યા છે. હિન્દુ સ્વયંસેવક સંઘ (એચએસએસ) અને તેની શાખાઓનો

ભાગ બનીને આપણે આપણા સમુદાય માટે શું અદ્ભુત કાર્ય કરી શકીએ છીએ તે સમજવાની આ એક

તક છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

ઈરાન આગેવાન પ્રતિક્રિયાની ચેતવણી, ઇઝરાએ કરવા તૈયારી
ચીનના તિયાનજિનમાં આજથી એસસીઓ સંમેલન શરૂ, આખી દુનિયાની નજર મોદીની જિનપિંગ અને પુતિન સાથેની મુલાકાત પર ટકેલી છે
ઈરાન સંઘર્ષની આશંકાઓ વચ્ચે યુએસ પશ્ચિમ એશિયામાં યુદ્ધ જહાજો તૈનાત
ઈરાન અને યુનાઈટેડ સ્ટેટ્સ નિષ્ફળ પરમાણુ વાટાઘાટો વચ્ચે ખતરનાક મુકાબલાની નજીક આગળ વધે છે
ઈરાન યુદ્ધની અસર: ક્રૂડ ઓઈલ વધતા ભારતીય એરલાઈન્સના આંતરરાષ્ટ્રીય ભાડા 15% વધ્યા ઈરાન યુદ્ધની અસર: ક્રૂડ ઓઈલના ખર્ચમાં વધારા સાથે જેટ ફ્યુઅલના ભાવમાં ઉછાળો આવતા ભારતીય એરલાઈન્સે આંતરરાષ્ટ્રીય ભાડામાં 15% નો વધારો કર્યો.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિલી જીન કિંગ કપ: પાઓલિનીએ, ઇટલીને સેમિફાઇનલમાં પહોંચાડ્યું
Next Article નડ્ડા આજે હરિયાણા અને દિલ્હીમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત કાર્યક્રમોમાં ભાગ લેશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?