નવી દિલ્હી, 7 જાન્યુઆરી(હિ. સ.) બોલિવૂડ એક્ટર આમિર ખાનની લાડકી દીકરી આયરા ખાન, અને નુપુર શિખરેએ 3 જાન્યુઆરીએ કોર્ટમાં લગ્ન કર્યાં હતાં. ત્યારે તેમના પરિવારના સભ્યો અને બંનેના કેટલાક નજીકના મિત્રો, સમારોહમાં સામેલ થયા હતા. હવે આયરા ખાન અને નુપુર શિખરેના શાહી લગ્ન, ઉદયપુરમાં થવા જઈ રહ્યા છે. આ માટે આ કપલ પરિવાર સાથે ઉદયપુર પહોંચી ગયું છે. આ લગ્ન અહીં 8 જાન્યુઆરીએ તાજ અરવલી હોટલમાં થવાના છે. લગ્નના કાર્યક્રમો આજે 7 જાન્યુઆરીથી શરૂ થશે અને 10 જાન્યુઆરી સુધી ચાલશે. આ શાહી લગ્નમાં લગભગ 250 મહેમાનો આવવાની અપેક્ષા છે.
ઉદયપુરની ફાઈવ સ્ટાર હોટલ રિસોર્ટ, ‘તાજ અરાવલી’માં યોજાનાર આ લગ્નની તૈયારીઓ, પૂર્ણ થઈ ગઈ છે. નુપુર તેના લગ્નના આઉટફિટને કારણે ચર્ચામાં રહી હતી. તેણે 3 જાન્યુઆરીએ જિમના કપડાં પહેરીને લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. નૌવારી સ્ટાઈલની ધોતી પહેરવાને કારણે પણ, આયરાને તેના ફેન્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી. આ લગ્ન સમારોહમાં, આયરાના પિતા આમિર ખાન અને તેની પત્નીએ જુસ્સાભેર ડાન્સ કર્યો હતો.
આમિર ખાનની જમાઈ નુપુર શિખરે, બોલિવૂડની જાણીતી હસ્તીઓને ફિટનેસની ટ્રેનિંગ આપે છે. જેમાં સુષ્મિતા સેન અને આમિર ખાન જેવા ઘણા મોટા સ્ટાર્સ સામેલ છે. આયરા અને નૂપુરની પહેલી મુલાકાત, ફિટનેસ ટ્રેનિંગ દરમિયાન થઈ હતી. લોકડાઉન દરમિયાન આયરા નૂપુર પાસેથી, ફિટનેસની ટ્રેનિંગ લઈ રહી હતી. બંને પહેલી જ મુલાકાતમાં એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.
નૂપુર અને આયરા બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પર પ્રેમ વરસાવી રહ્યા છે. આયરા અને નૂપુરની ગયા વર્ષે સગાઈ થઈ હતી. કોર્ટ મેરેજ બાદ નૂપુર અને આયરાના, લગ્નની વિધિ ખૂબ જ સાદગીથી થઈ હતી. આ લગ્નમાં આમિર ખાનની બંને પૂર્વ પત્નીઓ, એટલે કે રીના દત્તા અને કિરણ રાવ પણ નૌવારી સાડીમાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
