નવી દિલ્હી, 24 ડિસેમ્બર(હિ. સ.) બોક્સ ઓફિસ પર ફરી એકવાર પ્રભાસનો જાદુ જોવા મળ્યો છે. તેની ફિલ્મ ‘સાલાર’એ ખરેખર ચાહકોને દિવાના બનાવી દીધા છે, કારણ કે તેની રિલીઝના પહેલા જ દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.
ફિલ્મના વિસ્ફોટક એક્શન સીન્સ અને સ્ટાર કાસ્ટના અભિનયના વખાણ થઈ રહ્યા છે. પહેલા દિવસે 90 કરોડની કમાણી કર્યા બાદ, સાલાર પાર્ટ-1 સીઝફાયર એ બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. સૈકનીલ્ક ના એક રિપોર્ટ અનુસાર, પ્રભાસની ફિલ્મ ‘સલાર’એ, તેની રિલીઝના બીજા દિવસે તમામ ભાષાઓમાં લગભગ 57.61 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મની કુલ કમાણી 148.31 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બધાને આશા હતી કે ‘સાલાર’ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડશે.
‘સલાર’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી છે, જે સ્પષ્ટ કરે છે કે ફિલ્મ તેના ઓપનિંગ વીકએન્ડમાં બોક્સ ઓફિસ પર સરળતાથી 200 કરોડ રૂપિયાનું કલેક્શન કરશે. દિગ્દર્શક પ્રશાંત નીલ માટે સલાર ખૂબ જ મહત્વપૂર્ણ ફિલ્મ છે. આ પહેલા તેણે રોકિંગ સ્ટાર યશ સાથે ‘કેજીએફ ચેપ્ટર 1’ અને ‘કેજીએફ ચેપ્ટર 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે. આ ગોલ્ડન ફિલ્મોએ કમાણીના મામલામાં પણ ધૂમ મચાવી હતી. હવે તેની સુપરહિટ ફિલ્મોની યાદીમાં ‘સાલર’ પણ સામેલ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
