નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિ. સ.) ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શિખર ધવનની, એક સોશિયલ મીડિયા પોસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. ઘણા લોકોએ ટિપ્પણી કરી હતી કે, શિખરે તેના પુત્રના જન્મદિવસ પર પિતા તરીકે વ્યક્ત કરેલી લાગણીઓ વાંચીને તેમનું હૃદય તૂટી ગયું હતું. હવે અક્ષય કુમારે પણ શિખરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે અને તેને સાંત્વના આપી છે. અક્ષયે શિખર ધવનની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો અને તેમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
આ વર્ષે 4 ઓક્ટોબરે કોર્ટે શિખર ધવન અને તેની પત્ની આયેશા મુખર્જીના, છૂટાછેડાને મંજૂરી આપી હતી. કોર્ટે જ્યારે ચુકાદો સંભળાવ્યો ત્યારે શિખરને તેના પુત્ર જોરાવરની સંપૂર્ણ કસ્ટડી આપવામાં આવી ન હતી. તેના બદલે, ધવનને પુત્ર જોરાવરને નિશ્ચિત સમયગાળા માટે મળવાની મંજૂરી આપવામાં આવી છે. ધવનને વીડિયો કૉલ દ્વારા પુત્ર સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ શિખરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે, શિખર અને જોરાવર ગયા વર્ષથી મળી શક્યા નથી. થોડા મહિના પહેલા તેમની વચ્ચે, વીડિયો કોલ થયો હતો, પરંતુ ત્રણ મહિનાથી શિખરને દરેક જગ્યાએથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. તેથી જ તે તેના પુત્રને મળી શકતો નથી. આનાથી દુઃખી થઈને શિખરે તેના પુત્રને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા, એક પોસ્ટ લખી અને પિતા તરીકેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી.
શિખર ધવને તેની પોસ્ટમાં લખ્યું, હું તને એક વર્ષથી મળ્યો નથી. ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ મને દરેક જગ્યાએ બ્લોક કરી દેવામાં આવ્યો છે. એટલા માટે હું તારી જૂની તસવીર પોસ્ટ કરી રહ્યો છું જેથી હું તને જોઈ શકું. હું તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. મારા પુત્ર, જન્મદિવસની તને શુભેચ્છા. પપ્પા તને ખૂબ યાદ કરે છે. તને ખૂબ પ્રેમ કરે છે. શેતાન બનો, પરંતુ કોઈને નુકસાન ન કરો. લોકોને મદદ કરો, દયાળુ બનો, હિંમત શીખો અને મજબૂત બનો. પરંતુ હું ચોક્કસપણે તમને દરરોજ સંદેશ મોકલુ છું. ઘણો બધો પ્રેમ, પપ્પા.
શિખરની આ પોસ્ટ પર અક્ષય કુમારની પ્રતિક્રિયા-
અક્ષય કુમારે શિખરની પોસ્ટનો ફોટો શેર કર્યો અને લખ્યું, ‘આ પોસ્ટ વાંચીને હું ખૂબ ખુશ છું. એક પિતા તરીકે, હું સંપૂર્ણપણે સમજી શકું છું કે, તમારા બાળકોને મળવા અથવા જોવા માટે સક્ષમ ન થવાથી વધુ દુઃખદાયક બીજું કંઈ નથી. શિખર આપ ધીરજ રાખો, લાખો લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે, તમે જલ્દીથી તમારા પુત્ર ને મળો. ભગવાન તમારુ ભલુ કરે.
નોંધનીય છે કે, શિખર ધવન અને આયેશા મુખર્જીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને તેમને જોરાવર ધવન નામનો 10 વર્ષનો પુત્ર છે. આઈશા અને ઝોરાવર બંને, ઓસ્ટ્રેલિયન નાગરિક છે અને ઓસ્ટ્રેલિયામાં રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
