નવી દિલ્હી, 8 જાન્યુઆરી(હિ. સ.) 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ‘રામ લલ્લા’ની પ્રાણ પ્રતિષ્ઠામાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ હાજર રહેશે. રામ મંદિર સમિતિ દ્વારા, બોલિવૂડના ઘણા કલાકારોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને પણ આમંત્રણ મળ્યું છે.
હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં બંને આ ખાસ આમંત્રણ સ્વીકારતા જોવા મળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક સભ્યો તાજેતરમાં, અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરને મળ્યા હતા. આમાંથી કેટલાક સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ ફોટામાં આલિયા અને રણબીર બંને આમંત્રણ કાર્ડ લઈને ઊભા છે. અન્ય એક ફોટોમાં તેને ફૂલોનો ગુલદસ્તો આપવામાં આવી રહ્યો છે.
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આ તસવીરો પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “રણબીર કપૂર, આલિયા ભટ્ટને શ્રી રામજન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર વડા સુનીલ આંબેકર, આરએસએસ કોંકણ પ્રાંતના પ્રચાર વડા અજય મુંડપે અને નિર્માતા મહાવીર જૈન, આલિયા-રણબીરને મળ્યા હતા.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે અક્ષય કુમાર, કંગના રનૌત, અનુપમ ખેર, સની દેઓલ, પ્રભાસ, અમિતાભ બચ્ચન, રજનીકાંત સહિત ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સુનીત / માધવી
