નવી દિલ્હી, 08 જાન્યુઆરી (હિ.સ.) માલદીવના મંત્રીઓ દ્વારા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને ભારતે, ગંભીરતાથી લીધી છે. ભારતના વિદેશ મંત્રાલયે માલદીવના હાઈ કમિશનરને, સમન્સ પાઠવ્યું છે. માલદીવના હાઈ કમિશનર ઈબ્રાહિમ સાહિબ, દિલ્હીના સાઉથ બ્લોકમાં વિદેશ મંત્રાલય પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ, માલદીવના મંત્રીઓની અભદ્ર ટિપ્પણીઓ પર ભારતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, માલદીવની મહિલા મંત્રી મરિયમ શિઉનાએ સૌપ્રથમ વડાપ્રધાન મોદી વિશે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી આ કોમેન્ટ વાયરલ થઈ ગઈ. ભારતે માલદીવની, મોહમ્મદ મુઈઝૂ સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. માલેમાં ભારતીય હાઈ કમિશનરે, અભદ્ર ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ પછી ત્રણ મંત્રીઓ સામે, કાર્યવાહી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
