નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી : એક્ટર શાહિદ કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં, લોકપ્રિય અભિનેતા છે. ડાન્સથી પોતાની કરિયરની શરૂઆત કરનાર આ અભિનેતાએ, દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. પોતાના કરિયર દરમિયાન શાહિદને સ્મોકિંગની આદત પડી ગઈ હતી, પરંતુ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે,” તેણે હંમેશા માટે સ્મોકિંગ છોડી દીધું છે. તેનું કારણ પણ એટલું જ ખાસ છે.”
એક ઈન્ટરવ્યુમાં શાહિદે સિગારેટ છોડવા પાછળનું કારણ જણાવ્યું. તેણે કહ્યું, ‘હું મારી પુત્રીથી છૂપાઈને ધૂમ્રપાન કરતો હતો અને તેથી જ મેં ધૂમ્રપાન છોડવાનો નિર્ણય કર્યો. એક દિવસ જ્યારે હું મારી પુત્રીથી છૂપાઈને ધૂમ્રપાન કરતો હતો. ત્યારે મેં મારી જાતને કહ્યું કે, હું આ રીતે કાયમ માટે ગુપ્ત રીતે ધૂમ્રપાન કરી શકતો નથી અને તે દિવસે મેં, ધૂમ્રપાન છોડવાનું નક્કી કર્યું.”
શાહિદ અને તેની પુત્રી વચ્ચેનું બોન્ડિંગ ઘણું સારું છે. તે અવારનવાર પોતાના પરિવાર સાથે મીડિયાની સામે દેખાય છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂતે જુલાઈ 2015માં લગ્ન કર્યા હતા. શાહિદ અને મીરાને, મિશા અને ઝૈન નામના બે બાળકો છે. મીશા કપૂર સાત વર્ષની છે જ્યારે ઝૈન ચાર વર્ષનો છે.
શાહિદના કામ વિશે વાત કરીએ તો, ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા 9 ફેબ્રુઆરી 2024ના રોજ, રીલિઝ થઈ હતી. ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન લીડ રોલમાં છે. બોક્સ ઓફિસ પર સારી શરૂઆત બાદ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ 50 કરોડનો આંકડો, પાર કરી ગઈ છે. શાહિદ કપૂર આગામી ફિલ્મ ‘દેવા’માં પૂજા હેગડે સાથે કામ કરશે. આ ફિલ્મ ઓક્ટોબર 2024માં રિલીઝ થવાની શક્યતા છે.
