નવી દિલ્હી, 29 જાન્યુઆરી (હિ. સ.) સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકી, ‘બિગ બોસ-17’નો વિજેતા બની ગયો છે. ઓક્ટોબરમાં શરૂ થયેલી બિગ બોસની 17મી સિઝન, 28 જાન્યુઆરીની રાત્રે પૂરી થઈ હતી. શોની ટ્રોફી મુનાવર ફારૂકીએ જીતી હતી, જ્યારે અભિષેક કુમાર રનર-અપ રહ્યો હતો. શો જીત્યા બાદ મુનવ્વરે ટ્રોફી સાથેની તસવીર, સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
મુનવ્વર ફારૂકીએ સલમાન ખાન સાથેનો, એક ફોટો શેર કર્યો છે. જેમાં સલમાન અને મુનવ્વર ટ્રોફી પકડીને પોઝ આપી રહ્યા છે. તેણે લખ્યું, તમારા ખૂબ ખૂબ આભાર, મિત્રો. તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર, ટ્રોફી આખરે આવી છે. તેમના માર્ગદર્શન માટે, મોટા ભાઈ સલમાન ખાનનો વિશેષ આભાર.
મુનવ્વર ફારૂકીની આ પોસ્ટ પર ચાહકોએ, કોમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કર્યો છે. તેની પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે અને તેને ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મુનવ્વર ફારૂકીએ બિગ બોસ 17ના વિજેતા તરીકે 50 લાખ રૂપિયા અને ક્રેટા કાર જીતી છે.
દરમિયાન, મુનવ્વર ફારૂકી, અભિષેક કુમાર, મનારા ચોપડા, અંકિતા લોખંડે અને અરુણ માશેટ્ટી બિગ બોસ 17 માં ટોચના પાંચ સ્પર્ધકો હતા. ઘર છોડનાર પ્રથમ અરુણ હતો, ત્યારબાદ અંકિતા લોખંડે. ત્યારબાદ મનારા ચોપડા બહાર થઈ ગઈ હતી. અંતે, અભિષેક અને મુનવ્વર ટોચના દાવેદાર હતા. જેમાં મુનવ્વરે, ટ્રોફી જીતી હતી.
