નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી : હાલમાં જ ફિલ્મ ‘આર્ટિકલ 370’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય જાંભલેએ કર્યું છે. યામી ગૌતમની સાથે પ્રિયમણી, અરુણ ગોવિલ, રાજ ઝુત્શી અને કિરણ કરમારકર જેવા કલાકારો, મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન, ફિલ્મના દિગ્દર્શક આદિત્ય જાંભલેએ, ‘આર્ટિકલ 370’ને એક શૈલી-વ્યાખ્યાયિત એક્શન પોલિટિકલ ડ્રામા તરીકે વર્ણવ્યું હતું. જે આર્ટિકલ નાબૂદ કરવાની જટિલતાઓ અને કાશ્મીરની પરિસ્થિતિ પર પ્રકાશ પાડે છે.
કલમ 370 હટાવવા વિશે વાત કરતા, ડિરેક્ટરે કહ્યું, “આ મિશન ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું અને મિશનનો સૌથી મહત્વપૂર્ણ ધ્યેય, એ સુનિશ્ચિત કરવાનો હતો કે કોઈ નિર્દોષનું લોહી વહી ન જાય અને તે જ તેને એક મહાન ઓપસ ઓપરેશન બનાવે છે. તેથી, ઘણી બધી માહિતી સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ નથી.
ફિલ્મની પ્રામાણિકતા જાળવવા માટે, કરવામાં આવેલા સંશોધન પર પ્રકાશ પાડતા જાંભલેએ કહ્યું, “અમે મહિનાઓ સુધી સંશોધન કર્યું. 2014 માં શરૂ થયેલા અને 2019 માં સમાપ્ત થયેલા આ, મિશનમાં ઘણા ડ્રામા સામેલ હતા. અમારી પાસે પ્રોટોકોલ સાથે, મદદ કરવા માટે સેટ પર કાનૂની સલાહકારો હતા. જેથી અમે વાસ્તવિક વાર્તાથી ભટકી ન જઈએ. આ તમામ સંવેદનશીલ વિગતોને, 2 કલાકની ફિલ્મમાં કમ્પાઇલ કરવા માટે અમે દરેક પગલા ભર્યા, જે એક મોટો પડકાર હતો.”
દેશને જાણવાની જરૂર છે કે, આ મિશન કેવી રીતે હાથ ધરવામાં આવ્યું. એમ તેમણે કહ્યું. ફિલ્મના દિગ્દર્શક અને પટકથા લેખક તરીકે, મને એ જણાવતા આનંદ થશે કે, અમે 80 ટકા માહિતી શેર કરી શક્યા છીએ, જે સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ નથી. કોઈને બેકસ્ટોરી બાબત જાણ નથી અને તે મુખ્ય ડ્રામા છે. જે અમે આ ફિલ્મમાં બતાવવા સક્ષમ થયા છીએ.”
આ ફિલ્મ પરના તેમના વિઝન વિશે વાત કરતા તેમણે કહ્યું, “ફિલ્મ નિર્માતા તરીકે મારો હેતુ એ છે કે, ફિલ્મ જોયા પછી ધોરણ 6 નો વિદ્યાર્થી પણ કહી શકે કે કેવી રીતે 5 ઓગસ્ટ 2019 ના રોજ, કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. અને તે અમારા પ્રેક્ષકોમાં રસ જગાડશે. ફિલ્મની તમામ ઘટનાઓને સત્યતાપૂર્વક બતાવવામાં આવી છે. જે આ ફિલ્મ માટે અમારા બધાના લક્ષ્યોમાંથી એક હતું.”
અદભૂત એક્શનથી ભરપૂર અવતારમાં યામી ગૌતમનો પરિચય કરાવતા, આદિત્ય જાંભલે, દરેક ભારતીય સાથે જોડાયેલી વાર્તા કહેવાના પ્રોજેક્ટમાં ગર્વ અનુભવે છે. જીઓ સ્ટુડિયો અને બી-62 સ્ટુડિયો ‘આર્ટિકલ 370’ માં રાજકીય નાટકના આકર્ષક મિશ્રણનું વચન આપે છે.
