નવી દિલ્હી, 26 ઓકટોબર (હિ. સ.) બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો છે, જે આઇકોનિક બની છે. તેમાં 90ના દાયકાની ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. આજે પણ એ ફિલ્મો જોવામાં આવે છે. આમાંથી એક છે ‘ખલનાયક’ જે 1993માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના કારણે સંજય દત્ત અને માધુરી દીક્ષિત વચ્ચેના સંબંધોની, ચર્ચા થઈ હતી. ચાહકોને તેમની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. અલબત્ત, તેમનો પ્રેમ વાસ્તવિક જીવનમાં ખીલી શક્યો નથી પરંતુ આ કપલ હંમેશા ચર્ચામાં રહ્યુ છે. સુભાષ ઘાઈના કારણે ફરી એકવાર આ જોડી ફરી એકસાથે જોવા મળી. આ મીટિંગનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ અને તેમની પત્ની મુક્તા ઘાઈએ, તાજેતરમાં જ તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે મુંબઈમાં ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે માધુરી દીક્ષિત, તેના પતિ શ્રીરામ નેને, જેકી શ્રોફ, સંજય દત્ત અને અનુપમ ખેર સાથે જોવા મળ્યા હતા. સંજય દત્ત અને માધુરી દીક્ષિતને એકસાથે જોઈને, ચાહકો વિશ્વાસ કરી શક્યા નહીં. બધાને વિલન યાદ આવી ગયો. આ તસવીરો શેર કરતી વખતે ડૉ. શ્રીરામ નેનેએ લખ્યું, આવા લોકોના કારણે જ સમય, સુંદર રીતે પસાર થાય છે.
‘ખલનાયક’ ફિલ્મને 30 વર્ષ પૂરા થયા છે, પરંતુ ફિલ્મની યાદો હજુ પણ તાજી છે. સંજય દત્ત અને માધુરીને એકસાથે જોઈને, ચાહકો એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ‘ખલનાયક 2’ આવવી જોઈએ. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘ગંગા, રામ અને બલ્લુ એકસાથે, ખલનાયક 2!’ આ દરમિયાન એવી અફવા હતી કે, ‘ખલનાયક 2’ આવશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / દધીબલ / માધવી
