નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ. સ.) ઝી સ્ટુડિયો અને માખીજાફિલ્મે, તેમની ફિલ્મ ‘ઝોરામ’ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. અભિનેતા મનોજ બાજપેયી, મોહમ્મદ જીશાન અયુબ અને સ્મિતા તાંબે અભિનીત આ ફિલ્મ 8 ડિસેમ્બરે રિલીઝ થશે.
દિગ્દર્શક દેવાશિષ માખીજાએ એક વાર્તા વણી છે, જ્યાં એક બહિષ્કૃત વ્યક્તિ ટકી રહેવા માટે લડે છે અને તે ચોક્કસપણે દર્શકોને આકર્ષિત કરશે. આ ફિલ્મ અંગે અભિનેતા મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે, હું ‘ઝોરમ’નો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. આ ફિલ્મ ખરેખર તમામ પાસાઓમાં પરિપક્વ સાબિત થઈ છે. મારા પર વિશ્વાસ કરવા બદલ, હું ઝી અને દેવાશિષનો આભારી છું. હવે અમે અમને અત્યાર સુધી જે પ્રતિસાદ મળ્યો છે, તેનાથી ખરેખર અભિભૂત છું. હું ટ્રેલર જોઈને ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મ તમને, આવનારા સમયમાં શું થવાની છે તેની ઝલક આપશે.
દેવાશિષ માખીજા દ્વારા દિગ્દર્શિત, લેખિત અને નિર્માતા, આ ફિલ્મનું નિર્માણ શારિક પટેલ, આશિમા અવસ્થી ચૌધરી, અનુપમા બોઝ અને દેવાશિષ માખીજા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને મોહમ્મદ ઝીશાન અય્યુબનું કામ જોવા મળશે. પિયુષ પુતિનુ સિનેમેટિક વિઝન અને અભ્રો બેનર્જીની એડિટિંગ કુશળતા જોવા મળશે. મંગેશ ધાકડેનું, આત્માને જગાડતું સંગીત છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
