નવી દિલ્હી, ૦1 ડિસેમ્બર (હિ. સ.) બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા, હાલ ચર્ચામાં છે. હાલમાં જ રણદીપે તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કર્યા છે. મણિપુરમાં પરંપરાગત રીતે રણદીપ અને લિનના લગ્ન સમારોહનું, આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે લગ્ન બાદ રણદીપ તેની પત્ની સાથે મુંબઈ પહોંચી ગયો છે. આ નવવિવાહિત કપલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
લગ્ન બાદ રણદીપ હુડ્ડા અને લીન લેશરામ, હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન રણદીપ અને લિનના લુકની, ખૂબ ચર્ચા થઈ હતી. આ વખતે રણદીપે સફેદ શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. લીને લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે તેના કપડા સાથે મેળ ખાતું, લાલ રંગનું પર્સ પણ લીધું હતું. રણદીપ અને લીન મીડિયા સામે એકબીજાનો હાથ પકડીને, પોઝ આપતા જોવા મળ્યા હતા.
રણદીપ અને લિનનો લગ્ન સમારોહ, મણિપુરમાં પરિવાર અને નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં યોજાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે,’ રણદીપ અને લિનના લગ્ન બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનુ, આયોજન કરવામાં આવશે. જેમાં બોલિવૂડના ઘણા કલાકારોને આમંત્રિત કરવામાં આવશે.’ રણદીપ હુડાના કામની વાત કરીએ તો રણદીપ ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘સાર્જન્ટ’માં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ટ્રેલરને, દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
