નવી દિલ્હી, 24 જાન્યુઆરી(હિ. સ.) હવે ‘બિગ બોસ-17’ની સફર ખતમ થવા જઈ રહી છે. અંકિતા લોખંડેનો પતિ વિકી જૈન ‘બિગ બોસ-17’માંથી બહાર થઈ ગયો છે. ગ્રાન્ડ ફિનાલેમાં જનારા ‘ટોપ-5’ સ્પર્ધકોને પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે અભિષેક કુમાર પ્રથમ ફાઇનલિસ્ટ બન્યો અને તેના પછી મન્નારા ચોપરા અને મુનાવર ફારૂકીને ફાઇનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા. પાછળથી ‘બિગ બોસ’ એ ત્રણ સ્પર્ધકો વિકી જૈન, અરુણ મહાશેટ્ટી, અંકિતા લોખંડેમાંથી વિકી જૈનને બહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો. અરુણ અને અંકિતાને ફાઇનલિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. અંકિતા લોખંડેને ખબર પડી કે તેનો પતિ ઘર છોડીને જતો રહ્યો છે, ત્યારે તે રડવા લાગી.
‘બિગ બોસ’ એ નિર્ણય લીધા પછી, અંકિતા અને વિકીએ તેમની બિગ બોસ જર્ની વિશેની યાદો શેર કરી. અંકિતાએ કહ્યું કે, તેના માટે આ ખૂબ જ મુશ્કેલ પ્રવાસ હતો. કારણ કે આ સફરમાં તેણીએ અન્ય લોકો સાથે ઘણી લડાઈ કરી, પરંતુ જ્યારે વિકી જૈનની વાત આવી ત્યારે તેણીએ પીછેહઠ કરી. વિકીએ તે સમયે કહ્યું હતું કે, તે હવે તેમના સંબંધોને વધુ સારી રીતે સમજે છે અને ખુશ છે કે બિગ બોસે તેને તેની ભૂલોનો અહેસાસ કરાવ્યો. બિગ બોસના ઘરમાંથી બહાર નીકળતા પહેલા વિકીએ બધાને ગળે લગાવ્યા હતા. અંકિતા પણ રડી પડી અને તેના પતિને ગળે લગાવીને કહ્યું કે, તેને વિકી પર ખૂબ ગર્વ છે. અંકિતાએ કહ્યું, ‘તમે ખૂબ જ સારી રમત રમી છે. તમે કોઈપણ મદદ વિના અહીં આવ્યા અને શોમાં તમારી જગ્યા બનાવી. મને તમારી પત્ની હોવાનો ગર્વ છે. હું ગર્વથી કહી શકું છું કે, હું વિકી જૈનની પત્ની અંકિતા લોખંડે છું. અંકિતાને ખૂબ રડતી જોઈને વિકી ફરી એક વાર અંકિતાની મજાક ઉડાવે છે અને કહે છે, ‘હું મસ્ત પાર્ટી કરવા બહાર જઈ રહ્યો છું.’ આ સમયે બિગ બોસ પણ વિકીની મજાકમાં જોડાયા હતા અને કહ્યું હતું કે, તેઓ પણ બહાર પાર્ટી કરવા માટે વિકીની રાહ જોઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સુનીલ
Vicky Jain out of ‘Bigg Boss-17’
