નવી દિલ્હી, 22 જાન્યુઆરી (હિ. સ.) ભગવાન રામના સ્વાગત માટે દરેક લોકો તૈયાર છે. આ બધાની વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ આ મંદિરના નિર્માણમાં સહયોગ આપી રહ્યા છે. તેજ સહજની ‘હનુમાન’ના નિર્માતાઓએ પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે 2.66 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ પહેલા, નિર્દેશક પ્રશાંત વર્માના જણાવ્યા અનુસાર, તેણે ફિલ્મના પ્રથમ દિવસના કલેક્શનમાંથી, 14 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા.
‘હનુમાન’ના નિર્માતાઓએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર, દાનમાં આપેલી રકમનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અયોધ્યામાં રામ મંદિર માટે 2.66 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે લખ્યું, “અયોધ્યા રામ મંદિર માટે 2,66,41,055 રૂપિયા દાન કરવામાં મદદ કરનારા લોકોનો આભાર. તમે પણ ફિલ્મ ‘હનુમાન’ જોઈને આ અદ્ભુત પહેલનો ભાગ બની શકો છો.”
તે પોસ્ટમાં, નિર્માતાઓએ આગળ લખ્યું, તમારા દ્વારા ખર્ચવામાં આવેલી દરેક ટિકિટમાંથી, 5 રૂપિયા અયોધ્યાના રામ મંદિરમાં જશે. હૈદરાબાદમાં ફિલ્મના પ્રી-રિલિઝ ઈવેન્ટ દરમિયાન મેગાસ્ટાર ચિરંજીવીએ કહ્યું હતું કે,” દરેક હનુમાન ટિકિટમાંથી 5 રૂપિયા રામ મંદિરના નિર્માણ માટે દાનમાં આપવામાં આવશે.” ડાયરેક્ટર પ્રશાંત વર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,” અમારા નિર્માતા ખૂબ જ ધાર્મિક છે. તેઓએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે, દરેક ટિકિટમાંથી 5 રૂપિયા રામ મંદિરને દાનમાં આપવામાં આવશે, પછી ભલે ફિલ્મ સારી ચાલે કે ના ચાલે.”
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
