
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ. સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. વર્ષના છેલ્લા સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 79 ડોલરની આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 74 ડોલરની આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના બીજા દિવસે પ્રારંભિક વેપારમાં બ્રાન્ડેડ ક્રૂડ 0.09 ડોલર એટલેકે 0.11 ટકા ઘટીને બેરલ દીઠ 78.98 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ 0.06 ડોલર એટલેકે 0.08 ટકા ઘટીને બેરલ દીઠ 73.62 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ/માધવી
