નવી દિલ્હી, ટાટા ગ્રૂપની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ, એપ્રિલમાં કોલકતાથી ઈમ્ફાલ અને કોચીની સીધી ફ્લાઈટ શરૂ કરશે. એરલાઇનની આ તમામ ફ્લાઇટ્સ ઇમ્ફાલ માટે દરરોજ અને કોચી માટે અઠવાડિયામાં છ દિવસ હશે.
એરલાઈન્સના એક અધિકારીએ સોમવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસની આ નવી ફ્લાઈટ્સ દરરોજ ઈમ્ફાલ અને અઠવાડિયામાં છ દિવસ કોચી સુધી ચાલશે. કંપનીના જણાવ્યા અનુસાર, કોલકતાથી ઇમ્ફાલની ફ્લાઇટ સવારે 7 વાગ્યે ઉપડશે અને સવારે 8:05 વાગ્યે મણિપુરની રાજધાની ઇમ્ફાલ પહોંચશે. તેમણે કહ્યું કે, રિટર્ન ફ્લાઈટ સવારે 8:35 વાગ્યે ઉપડશે અને 10:20 વાગ્યે કોલકતા પહોંચશે.
કોલકતાથી કોચીની એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ સવારે 11:25 વાગ્યે ઉપડશે અને પરત ફ્લાઇટ બપોરે 3:05 વાગ્યે ઉપડશે. કંપનીએ કહ્યું કે, રૂટ ઇન્ટિગ્રેશન દ્વારા એરલાઇન અનેક ડોમેસ્ટિક રૂટ પર વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરશે.
ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ એ ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય એરલાઈન સેવા છે.
