નવી દિલ્હી, 09 એપ્રિલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 91 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 87 ડોલર આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ, મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21, ડીઝલ રૂ. 92.15, કોલકતામાં પેટ્રોલ રૂ. 103.94, ડીઝલ રૂ. 90.76, ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, આ સપ્તાહના બીજા દિવસે શરૂઆતના વેપારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.28 ડોલર એટલેકે 0.31 ટકાના વધારા સાથે બેરલ દીઠ 90.66 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.23 ડોલર એટલેકે 0.27 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 86.66 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
