નવી દિલ્હી, 21 ઓક્ટોબર : આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 93 ડોલર પ્રતિ બેરલ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડ લગભગ 89 ડોલર પ્રતિ બેરલ છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, શનિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા હતું. ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર ના દરે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, બ્રેન્ટ ક્રૂડ સપ્તાહના અંતિમ દિવસે પ્રારંભિક ટ્રેડિંગમાં 0.22 ડોલર એટલેકે 0.24 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 93.25 ડોલર પર સ્થિર છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ 0.62 ડોલર એટલેકે 0.69 ટકા ઘટીને બેરલ દીઠ 88.75 ડોલર પર રહ્યું.
