નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.) ભારત અને ઓમાન વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) માટે આગામી મંત્રણા 16 જાન્યુઆરીથી થશે. આ કરારને, સત્તાવાર રીતે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઇપીએ) નામ આપવામાં આવ્યું છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી.
સત્તાવાર વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે બંને પક્ષો વચ્ચે પહેલેથી જ વાતચીત થઈ ચૂકી છે. આ કરાર પર આ મહિને જ હસ્તાક્ષર થઈ શકે છે. નોંધનીય છે કે, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) દેશોમાં ઓમાન ભારત માટે ત્રીજું સૌથી મોટું નિકાસ સ્થળ છે.
ભારત અને ઓમાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ 2022-23માં 12.39 અરબ અમેરિકન ડોલર હતો, જ્યારે નાણાકીય વર્ષ 2018-19માં તે 5 અરબ અમેરિકન ડોલર હતો. ઓમાનમાં ભારતની નિકાસ નાણાકીય વર્ષ 2018-19માં 2.25 અરબ અમેરિકન ડોલરથી વધીને 2022-23માં 4.48 અરબ અમેરિકન ડોલર થઈ ગઈ છે. તેવી જ રીતે, નાણાકીય વર્ષ 2022-23માં, ઓમાનથી ભારતની આયાત લગભગ 8 અરબ અમેરિકન ડોલર હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / માધવી
