– એક અઠવાડિયામાં
ચાંદી ₹21,000 સુધી મોંઘી થઈ
છે.
નવી દિલ્હી, 30 નવેમ્બર (હિ.સ.) રવિવારે સ્થાનિક બુલિયન બજારમાં મજબૂત
ઉછાળો જોવા મળ્યો. સોનાના ભાવ આજે ₹1,240 પ્રતિ 10 ગ્રામ વધીને ₹1,350 પ્રતિ 10 ગ્રામ થયા. તેવી જ રીતે, ચાંદીના ભાવ આજે ₹8,900 પ્રતિ કિલોગ્રામ
વધ્યા.
સાપ્તાહિક ધોરણે, સોમવારથી શનિવાર સુધીના વેપાર દરમિયાન મજબૂત વલણને કારણે, દેશભરના
મોટાભાગના બુલિયન બજારોમાં 24 કેરેટ સોનાના ભાવમાં ₹3,980 પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. તેવી જ રીતે, છેલ્લા
અઠવાડિયામાં 22 કેરેટ સોનું પણ ₹3,650 પ્રતિ 10 ગ્રામ મોંઘું
થયું છે. સોનાની જેમ, ચાંદીના ભાવમાં
પણ આ અઠવાડિયે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ સપ્તાહના કારોબારમાં, આ ચમકતી ધાતુ ગયા
સપ્તાહની સરખામણીમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 21,૦૦૦ મોંઘી થઈ ગઈ છે.
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,29,97૦ પર ટ્રેડ થઈ
રહ્યું છે, જ્યારે 22 કેરેટ
સોનાનો ભાવ પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,19,15૦ પર નોંધાયો
છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,29,82૦ અને 22 કેરેટ
સોનું પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,19,૦૦૦ પર વેચાઈ
રહ્યું છે. એ જ રીતે, અમદાવાદમાં 24
કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,29,87૦ અને 22 કેરેટ
સોનાનો ભાવ પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,19,૦5૦ પર નોંધાયો
છે.
આ મુખ્ય શહેરો ઉપરાંત, આજે ચેન્નઈમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,29,820 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,19,000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે, કલકતામાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,29,820 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,19,000 રૂપિયાના ભાવે
વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
