
નવી દિલ્હી, 07 નવેમ્બર (હિ. સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 85 ડોલરની નજીક છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 81 ડોલરની નજીક છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર પર રહી. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ સપ્તાહના બીજા દિવસે શરૂઆતના ટ્રેડિંગમાં 0.27 ડોલર એટલેકે 0.32 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 84.91 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ 0.22 ડોલર એટલેકે 0.27 ટકા ઘટીને બેરલ દીઠ 80.64 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ / ડો. હિતેશ
