
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) તહેવારોની મોસમ દરમિયાન, મજબૂત માંગને કારણે ઓક્ટોબરમાં પેસેન્જર વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. ઓક્ટોબરમાં છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને 3,89,714 યુનિટ થયું હતું. ટુ-વ્હીલરનું કુલ વેચાણ 20 ટકા વધીને 18,95,799 યુનિટ થયું છે.
વાહન ઉત્પાદકોની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) એ શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને 3,89,714 યુનિટ થયું હતું, જે ગયા વર્ષે ઓક્ટોબરમાં 3,36,330 યુનિટ હતું. . આ સમયગાળા દરમિયાન મહત્તમ 76,940 થ્રી-વ્હીલર સપ્લાય કરવામાં આવ્યા હતા, જ્યારે ગયા વર્ષે 54,154 યુનિટ સપ્લાય કરવામાં આવ્યા હતા. આમ આ સંખ્યા કરતાં 42 ટકા વધુ છે. એ જ રીતે ટુ-વ્હીલરનું કુલ વેચાણ 20 ટકા વધીને 18,95,799 યુનિટ થયું છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 15,78,383 યુનિટ હતું.
સિયામના પ્રમુખ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં પેસેન્જર અને થ્રી-વ્હીલર બંને વાહનોનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાયું છે. ઓક્ટોબર, 2023માં ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ સારું વેચાણ નોંધાયું હતું. તેમણે કહ્યું કે, ત્રણેય સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાયો છે. અગ્રવાલે કહ્યું કે, સરકારની સાનુકૂળ નીતિઓ અને તહેવારોની સિઝનના કારણે આ શક્ય બન્યું છે. આ વૃદ્ધિની ગતિ ઉદ્યોગ માટે પ્રોત્સાહક છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / ડો. હિતેશ /માધવી
